શ્રદ્ધાંજલિ/ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 30મી પુણ્યતિથિ પર રાહુલ ગાંધી અને તેમની બહેને આપી શ્રદ્ધાંજલિ

આજે દેશનાં પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ છે. આ પ્રસંગે, તમામ રાજકીય પક્ષો રાજનેતા રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

Top Stories India
a 13 પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 30મી પુણ્યતિથિ પર રાહુલ ગાંધી અને તેમની બહેને આપી શ્રદ્ધાંજલિ

આજે દેશનાં પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ છે. આ પ્રસંગે, તમામ રાજકીય પક્ષો રાજનેતા રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. રાજીવ ગાંધીને કોંગ્રેસ પાર્ટી અને નેતાઓએ પણ આજે યાદ કર્યા છે.

ખતરો વધ્યો / કાળ બનતો જઈ રહ્યો છે બ્લેક ફંગસ, આ રાજ્યોમાં મહામારી જાહેર

દેશનાં પૂર્વ વડા પ્રધાન અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનાં પિતા રાજીવ ગાંધીની આજે 30 મી પુણ્યતિથિ છે. આ પ્રસંગે કોંગ્રેસ પાર્ટીનાં અનેક દિગ્ગજ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીવ ગાંધીને ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે. રાહુલે રાજીવ ગાંધીનો એક ફોટો ટ્વીટ કરીને કહ્યું કે, “સત્ય, કરુણા અને પ્રગતિ”. આ ઉપરાંત રાહુલ ગાંધી વીર ભૂમિ સ્થળે પણ પહોંચ્યા, જ્યાં તેમણે તેમના પિતાની સમાધિ પર પુષ્પાંજલી અર્પણ કરી.

એંધાણ / યુપી, બિહાર સહિત 14 રાજયોમાં વાતાવરણ ડહોળાવવાના એંધાણ,23 મે સુધીમાં ચોમાસું અંદમાન અને નિકોબાર પહોંચશે 

રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ એક ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું છે કે, “પ્રેમ કરતા મોટી કોઈ શક્તિ નથી હોતી અને દયાથી મોટી કોઈ હિંમત હોતી નથી, કરુણાથી મોટી કોઈ શક્તિ હોતી નથી અને વિનમ્રતાથી મોટુ કોઈ ગુરુ નથી.”

વારાણસી / ડોકટરો સાથે વાત કરતા ભાવુક થયા PM મોદી, આપ્યો નવો મંત્ર ‘જ્યાં બીમાર, ત્યાં ઉપચાર’

આપને જણાવી દઈએ કે, પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની 21 મે 1991 નાં રોજ તમિળનાડુનાં શ્રીપેરમ્બદુરમાં હત્યા કરવામાં આવી હતી. રાજીવ ગાંધી ચૂંટણી સભાને સંબોધન કરવા અહીં પહોંચ્યા હતા. ત્યારે એક મહિલા આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટ દ્વારા રાજીવ ગાંધીની હત્યા કરી હતી. આ ઘટનામાં આત્મઘાતી મહિલા ધનુ સહિત અન્ય 14 લોકો માર્યા ગયા હતા અને સંભવત: આ પહેલો આત્મઘાતી વિસ્ફોટ હતો જેમાં કોઈ મોટા નેતાની હત્યા કરાઈ હતી.

kalmukho str 17 પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 30મી પુણ્યતિથિ પર રાહુલ ગાંધી અને તેમની બહેને આપી શ્રદ્ધાંજલિ