Not Set/ જાણો, દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા “સ્ટેચ્યુ ઓફ યુનિટી” સાથે જોડાયેલી આ ખાસ વાતો…

દુનિયાની સૌથી મોટી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાના લોકાર્પણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ૩૧ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૮૨ મીટરની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન કરશે. આ સાથે જ પીએમ મોદીનું સપનું પૂર્ણ થવાના આરે છે. સરદાર પટેલની દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાના લોકાર્પણને લઈ ઘણી ચર્ચાઓ છે, સાથે સાથે  આ પ્રતિમા […]

Top Stories India Trending
statue of unity 1 જાણો, દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા "સ્ટેચ્યુ ઓફ યુનિટી" સાથે જોડાયેલી આ ખાસ વાતો...

દુનિયાની સૌથી મોટી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાના લોકાર્પણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ૩૧ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૮૨ મીટરની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન કરશે. આ સાથે જ પીએમ મોદીનું સપનું પૂર્ણ થવાના આરે છે.

સરદાર પટેલની દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાના લોકાર્પણને લઈ ઘણી ચર્ચાઓ છે, સાથે સાથે  આ પ્રતિમા કેવી હશે એને લઈને પણ ઘણી ચર્ચાઓ છે.

તમને જણાવી દઈએ કે, ૧૮૨ મીટરની સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાની સૌથી મોટી પ્રતિમા છે અને આ પ્રતિમા આગળ વિશ્વની કોઈ પણ મૂર્તિ ટકતી નથી.

જાણો, કેવી હશે આ વિરાટ પ્રતિમા :

  • સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરવામાં આવે તો, આ સરદાર પટેલની મૂર્તિ નર્મદા ડેમ પાસે બાંધવામાં આવી છે અને ત્યાં સુધી પહોચવા માટે તમારે બોટનો સહારો લેવો પડશે.

Related image

  • આ પ્રતિમાને સામે બનાવેલો નવો બ્રિજ સામાન્ય વ્યક્તિઓ માટે છે, જેના દ્વારા લોકો અંદર આવી શકે અને સરદાર પટેલના પગ પાસેના પગથીયા સુધી પહોંચી શકે. આ માટે એક લીફટ પણ છે,જેના દ્વાર તમે અહિયાં સુધી પહોંચી શકો છો.Image result for statue of unity

 

  • આ સ્થાન પર બે લીફટ મુકવામાં આવી છે, જેના દ્વારા એકસાથે ૧૦૦ વ્યક્તિઓ સરદાર પટેલની મૂર્તિના માથા સુધી પહોંચી શકે છે. આ જગ્યાએ એક ગેલેરી પણ બનાવવામાં આવી છે, જ્યાંથી સરદાર સરોવર ડેમ જોઈ શકાય છે.Related image

 

  • સ્ટેચ્યુ ઓફ યુનિટીની બનાવટ અંગે વાત કરવામાં આવે તો, આ પ્રતિમાને બનાવવા માટે ઓક્ટોબર, ૨૦૧૪માં L&T કંપનીને ઓર્ડર આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને બનાવવા માટે ૪૪ મહિનાનો સમય લાગ્યો છે.Image result for statue of unity
  • સરદાર પટેલની આ મૂર્તિ બનાવવા માટે અંદાજે ૩૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પટેલની પ્રતિમામાં ચાર પ્રકારની ખાસ ધાતુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે, કે જેનાથી વર્ષો સુધી કાટ ન લાગવાની સંભાવના છે.