Not Set/ સાયમન્ડ્સના અવસાન પર આ ક્રિકેટરોએ આપી શ્રદ્વાંજલિ,જાણો

રવિવારે સવારે ખેલ જગતમાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

Top Stories Sports
5 26 સાયમન્ડ્સના અવસાન પર આ ક્રિકેટરોએ આપી શ્રદ્વાંજલિ,જાણો

રવિવારે સવારે ખેલ જગતમાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. 46 વર્ષની વયે સાયમન્ડ્સના આકસ્મિક નિધનના સમાચારથી ખેલ જગત આઘાતમાં છે.

ભૂતપૂર્વ પાકિસ્તાની ઝડપી બોલર શોએબ અખ્તર, સાયમન્ડ્સની ટીમના સાથી અને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટ, ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોન સહિત ઘણા દિગ્ગજોએ ભાવનાત્મક ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. આમાં માઈકલ વોને કહ્યું હતું કે સાયમન્ડ્સનું અવસાન થયું, આ વાસ્તવિકતા હોય તેવું લાગતું નથી.

 

હરભજન સિંહે કહ્યું, ‘એન્ડ્ર્યુ સાયમન્ડ્સના આકસ્મિક નિધન વિશે સાંભળીને આઘાત લાગ્યો. ટૂંક સમયમાં ગયા. પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. 2008માં સિડની ટેસ્ટ દરમિયાન હરભજન સિંહ સાથે સાયમન્ડ્સનો ‘મંકીગેટ’ ઝઘડો થયો હતો.એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું શનિવારે રાત્રે ટાઉન્સવિલેમાં કાર અકસ્માતમાં મોત થયું હતું. ક્વીન્સલેન્ડ પોલીસે જણાવ્યું હતું કે શહેરના પશ્ચિમમાં લગભગ 50 કિમી દૂર હર્વે રેન્જમાં રાત્રે 10:30 વાગ્યાની આસપાસ અકસ્માત થયો હતો. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે ઝડપભેર કાર રોડ પર પલટી ગઈ હતી. સાયમન્ડ્સને બચાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. પોલીસે જણાવ્યું કે આ અકસ્માતમાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી.