Accident/ વડોદરા-ભરૂચ નેશનલ હાઇવે પર ટ્રકની પાછળ ટ્રક ઘૂસી, ડ્રાઇવર-ક્લીનરના ઘટનાસ્થળે મોત

વડોદરા-ભરૂચ નેશનલ હાઇવે પર ટ્રકની પાછળ ટ્રક ઘૂસી જતા ડ્રાઇવર-ક્લીનરના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ટ્રકની પાછળ ટ્રક ઘૂસી જતા ભયાનક અકસ્માત સર્જાયો હતો.

Top Stories Gujarat
Baroda Accident વડોદરા-ભરૂચ નેશનલ હાઇવે પર ટ્રકની પાછળ ટ્રક ઘૂસી, ડ્રાઇવર-ક્લીનરના ઘટનાસ્થળે મોત

વડોદરાઃ વડોદરા-ભરૂચ નેશનલ હાઇવે પર ટ્રકની પાછળ ટ્રક ઘૂસી જતા ડ્રાઇવર-ક્લીનરના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ટ્રકની પાછળ ટ્રક ઘૂસી જતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. ધાવત બ્રિજ ઉતરતા ઉભેલી ટ્રકની પાછળ બીજી ટ્રક ઘૂસતા બેના મોત થયા હતા.

નેશનલ હાઇવે નંબર 48 પરના કરજણ ટોલ પ્લાઝાની એમ્બ્યુલન્સને જાણ કરાતા તે તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે ડ્રાઇવર-ક્લીનરના તાત્કાલિક મોત થયા બાદ ક્રેનની મદદથી ડ્રાઇવર અને ક્લીનરના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. તેના પરથી જ અકસ્માત કેટલો ભયાનક હશે તે સમજાઈ જાય છે. બંન્નેના મૃતદેહોને કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ ઉપરાંત ખેડામાં પણ એક અકસ્માત સર્જાયો હતો. ખેડાના હલદરવાસમાં દારૂ ભરેલ કારે અન્ય એક કાર અને બાઇકને અડફેટે લીધા હતા.  મહેમદાવાદ પોલીસ દારૂ ભરેલી કારનો પીછો કરી રહી હતી ત્યારે દારૂ લઇને જઇ રહેલા કાર ચાલકે બચવા માટે પૂરઝડપે કાર દોડાવી હતી. તેણે એક કાર અને બાઇકને ટક્કર મારી હતી. બાદમાં કાર ચાલક કાર મૂકીને ફરાર થયો હતો. કારમાંથી બીયર અને દારૂની પેટીઓ જપ્ત કરાઇ હતી. મહેમદાવાદ પોલીસે કારના નંબરના આધારે તપાસ શરૂ કરી છે.

 

આ પણ વાંચોઃ કેમિકલ કાંડ/ પોરબંદરમાં દારૂ સમજી ઝેરી કેમિકલ પીતા બેનાં મોત

આ પણ વાંચોઃ Nuh Violence/  નૂહમાં હિંસા બાદ ફરી બુલડોઝર ગર્જ્યા, જગ્યાને ખાલી કરાવવામાં આવી, દુકાનો તોડી પડાઈ

આ પણ વાંચોઃ Gyanvapi Survey/ મસ્જિદનો દરવાજો ખૂલ્યો, પણ મુસ્લિમ પક્ષે ભંડારિયાની ચાવી આપવાની ના પાડી

આ પણ વાંચોઃ ધમકી ભર્યો કોલ/ મુંબઈ-દિલ્હીના ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ બ્લાસ્ટનો આવ્યો કોલ, બંને રાજધાનીઓમાં મચી હલચલ

આ પણ વાંચોઃ Idar-Child Death/ ઈડરના બ્રહ્મપુરીમાં ઉલ્ટી બાદ બે બાળકોના મોત, પિતા સારવાર હેઠળ