Not Set/ ગરીબોના પેટ પર પાટુ મારીને ટ્રમ્પની ભવ્ય આગતા સ્વાગતા… આ તે કેવો દેખાડો..?

નમસ્તે ટ્રમ્પ… એરપોર્ટ સર્કલ પાસે સરણ્યવાસ ખાતે દીવાલ બનાવ્યા બાદ હવે રાતોરાત એરપોર્ટ રોડ પર બહારની દુકાનો સીલ મારી દેવાઈ છે. મહેમાન ભગવાન છે. અતિથી દેવો ભવ: આ આપણી સંસ્કૃતિ છે. પરંતુ આતિથ્યના નામ પર કોઈ ગરીબના પેટ પર પાટું  મરવું તેની રોજી  બંધ કરવાવી કેટલી યોગ્ય છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ આપણા મહેમાન છે. અને […]

Ahmedabad Gujarat
unnamed 3 ગરીબોના પેટ પર પાટુ મારીને ટ્રમ્પની ભવ્ય આગતા સ્વાગતા... આ તે કેવો દેખાડો..?

નમસ્તે ટ્રમ્પ… એરપોર્ટ સર્કલ પાસે સરણ્યવાસ ખાતે દીવાલ બનાવ્યા બાદ હવે રાતોરાત એરપોર્ટ રોડ પર બહારની દુકાનો સીલ મારી દેવાઈ છે. મહેમાન ભગવાન છે. અતિથી દેવો ભવ: આ આપણી સંસ્કૃતિ છે. પરંતુ આતિથ્યના નામ પર કોઈ ગરીબના પેટ પર પાટું  મરવું તેની રોજી  બંધ કરવાવી કેટલી યોગ્ય છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ આપણા મહેમાન છે. અને ભલે પધાર્યા તેમનું સ્વાગત છે. પરંતુ તેના માટે ગરીબ દુકાનદાર ની રોજી છીનવી લેવી કેટલી યોગ્ય છે. અમદાવાદમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરીએ આવવાના છે, ત્યારે એરપોર્ટ સર્કલ પાસે આવેલી કેટલીક દુકાનોને મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગે એકાએક સીલ મારી દીધી છે.  દુકાન પર ચેતવણીનું બોર્ડ મારી લખી દેવામાં આવ્યું છે કે હેલ્થ વિભાગ ઉત્તર ઝોન દ્વારા આ સીલ મારવામાં આવ્યું છે. વગર મંજૂરીએ આ સીલ ખોલવા કે ચેડાં કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આજ રોજ તારીખ 17 ફેબ્રુઆરી છે. આગામી ૨૪ અને 25 તારીખે ટ્રમ્પ અમદાવાદ આવી રહય છે. ત્યારે 8 -8 દિવસ દુકાનો બંધ રહેશે તો ગરીબ પોતાના ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવશે. જયારે પેટે પેટે પાટા બાંધતા આ લોકોને તો ત્રમ્પના મુલાકાત સ્થળની આસ પાસ પણ ફરકવા નહિ દેવામાં આવે.. શું આ જ ભારતીય સંસ્કૃતિનું  આતીથ્ય છે..? ગરીબી છુપાવવી અલગ વાત છે અને ગરીબોને છુપાવવા એ અલગ વાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.