રેસીપી/ આજે જ ઘરે ટ્રાય કરો મેથી-મકાઇના ઢેબરા

મેથી-મકાઇના ઢેબરા: ઢેબરાને ભારતીય બ્રેડ ગણવામાં આવે છે અને ગુજરાતી વાનગીઓમાં તે અતિ પ્રખ્યાત પણ છે. તેમાં બાજરીના લોટ સાથે અન્ય બીજા લોટ તથા બહુ બધા મસાલા મેળવવામાં આવે છે.તમને ખાવાની લાલચ થઇ જાય એવા આ મેથી મકાઈ ના ઢેબરામાં મકાઇ તથા બાજરીનો લોટ સાથે અન્ય લોટ મેળવવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમાં અનેક જાતની […]

Food Lifestyle
મેથી-મકાઇના ઢેબરા

મેથી-મકાઇના ઢેબરા: ઢેબરાને ભારતીય બ્રેડ ગણવામાં આવે છે અને ગુજરાતી વાનગીઓમાં તે અતિ પ્રખ્યાત પણ છે. તેમાં બાજરીના લોટ સાથે અન્ય બીજા લોટ તથા બહુ બધા મસાલા મેળવવામાં આવે છે.તમને ખાવાની લાલચ થઇ જાય એવા આ મેથી મકાઈ ના ઢેબરામાં મકાઇ તથા બાજરીનો લોટ સાથે અન્ય લોટ મેળવવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમાં અનેક જાતની સામગ્રી જેવી કે મેથીના પાન, તલ, આદૂ અને લીલા મરચાંની પેસ્ટ મેળવીને બનાવેલી કણિક મનમોહિત ખુશ્બુદાર બને છે. જો કે તેમાં ઘણી વસ્તુઓ મેળવવામાં આવી છે, છતાં તે બધી વસ્તુઓ તમારા રસોડામાં સહેલાઇથી મળી શકે એવી હોવાથી તમને જ્યારે થોડો સમય ફાજલ મળે ત્યારે આ ઢેબરા બનાવીને તૈયાર રાખો અને ચહા સાથે તેની મજા માણો.

સામગ્રી

1 કપ ઝીણી સમારેલી મેથી
1 કપ મકાઈનો લોટ
1/4 કપ બાજરીનો લોટ
1/2 કપ ઘઉંનો લોટ
1/4 કપ રવો
1/4 કપ જુવારનો લોટ
1/4 ટીસ્પૂન હળદર
1 1/2 ટીસ્પૂન તલ
2 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
1/2 ટીસ્પૂન આદૂની પેસ્ટ
1/2 ટીસ્પૂન લસણની પેસ્ટ
1 ટેબલસ્પૂન સાકર
1/4 ટીસ્પૂન હીંગ
2 ટેબલસ્પૂન દહીં
1 ટેબલસ્પૂન તેલ
મીઠું  (સ્વાદાનુસાર)
તેલ  (તળવા માટે)

બનાવવની રીત 

એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી, તેમાં જરૂરી પાણી મેળવી બહુ કઠણ નહીં અને બહુ નરમ નહીં એવી કણિક તૈયાર કરો.આ કણિકના 30 સરખા ભાગ પાડી લો.દરેક ભાગને તમારી હથેલીમાં લઇ ધીમે-ધીમે હાથ વડે થાબડતા 1 સે. મી. જાડાઇના અને ૫૦ મી. મી. (2) વ્યાસના ગોળાકાર ઢેબરા તૈયાર કરી લો.

એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં એક સાથે થોડા-થોડા ઢેબરા નાંખી ને મધ્યમ તાપ પર તેને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. તે પછી તેને ટીશ્યુ પેપર પર મૂકી સૂકા થવા દો. આમ તમે એક સાથે 6 થી 7 ઢેબરા તળી શકશો.તરત જ પીરસો અથવા સંપૂર્ણ ઠંડા પાડીને હવાબંધ બરણીમાં ભરી ૨ દીવસની અંદર તેનો ઉપયોગ કરી લેવો.

આ પણ વાંચો: શિયાળામાં શુષ્ક અને નિર્જીવ વાળથી છો પરેશાન? તો અપનાવો આ સરળ ઘરેલું ઉપાય

આ પણ વાંચો:રજાના દિવસે કર્મચારીને કામ માટે કર્યો ફોન, તો 1 લાખ રૂપિયાનો થશે દંડ: જાણો ક્યાં લાગુ થયો આ નિયમ

આ પણ વાંચો:..તો શિયાળામાં બીમાર પડવા પાછળ આ સાયન્સ કામ કરે છે.. રિસર્ચમાં થયો ખુલાસો