Cricket/ સાથી ખેલાડીને થપ્પડ મારવાનો પ્રયત્ન, મુશફિકુર રહીમને પડ્યો ભારે, મળી આ સજા

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ડોમેસ્ટીક ટૂર્નામેન્ટ ધ બંગાબંધૂ ટી20 કપમાં સાથી ખેલાડીને મારવા માટે હાથ ઉઠાવનાર વિકેટકીપર બેટ્સમેન મુશફિકુર રહીમ પર લાલ આંખ કરી છે….

Sports
1st 59 સાથી ખેલાડીને થપ્પડ મારવાનો પ્રયત્ન, મુશફિકુર રહીમને પડ્યો ભારે, મળી આ સજા

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ડોમેસ્ટીક ટૂર્નામેન્ટ ધ બંગાબંધૂ ટી20 કપમાં સાથી ખેલાડીને મારવા માટે હાથ ઉઠાવનાર વિકેટકીપર બેટ્સમેન મુશફિકુર રહીમ પર લાલ આંખ કરી છે. આ વર્તનને સંપૂર્ણપણે ખોટું માનતા બોર્ડે રહીમ પર કાર્યવાહી કરી છે. 25 ટકા મેચ ફી ઘટાડવા સાથે રહીમને ડિમેરિટ પોઇન્ટ આપવામાં આવ્યો છે.

Bangabandhu T20 Cup: Mushfiqur Rahim loses his cool at teammate Nasum Ahmed  for interfering while catching

બીસીબી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “બીસીબીની આચારસંહિતાનાં ભંગ બદલ મુશફિકુર રહીમની 25 ટકા મેચ ફી કાપવામાં આવી રહી છે. તેઓએ સાથી ખેલાડીઓ વિરુદ્ધ અપમાનજનક વર્તન કર્યું છે. ”મુશફિકુર રહીમ જો ટૂર્નામેન્ટ દરમિયાન ચાર કે તેથી વધુ ડિમેરિટ પોઇન્ટ મેળવે તો તેને ટૂર્નામેન્ટમાંથી પ્રતિબંધિત કરી શકાય છે. આ સજા સોમવારે ધ બંગાબંધૂ ટી 20 કપ ટૂર્નામેન્ટ દરમિયાન બેક્સિમ્કો ઢાકા અને ફોર્ચ્યુન બારીશલ વચ્ચેની મેચ દરમિયાન થઇ હતી. બંને ટીમો એલિમિનેટરમાં લડી રહી હતી. મુશફિકુર ઢાકાનાં કેપ્ટન પણ છે અને તેની ટીમે અહીં 9 રને જીત મેળવી છે. પરંતુ ટીમની જીતથી વધુ, અહીં ફિલ્ડિંગ દરમિયાન કેપ્ટનની પોતાની ટીમનાં સાથી સાથેની લડત વધુ હેડલાઇન્સમાં છે.

ટાર્ગેટનો બચાવ કરતી વખતે 17 મી ઓવરમાં કેપ્ટન મુશફિકુર રહીમ પોતાના સાથી ખેલાડી નસુમ અહમદ સાથે એક કેચને લઇને લડવા લાગ્યા. જણાવી દઇએ કે, બારીશલની ટીમને 19 બોલમાં જીતવા 45 રનની જરૂર હતી. જો કે, રહીમે કેચ પકડવા માટે તેના ખેલાડીને કોલ આપ્યો હતો કે તે કેચ તે જ પકડશે પરંતુ કેચ નસુમનો હતો તો તે તેને પકડવા જઇ રહ્યો હતો. જ્યારે રહીમે કેચ લઇને નસુમ તરફ જોયું તો તે ગુસ્સે ભરાયો. કેચ પર ગુસ્સો બતાવતા તેણે નસુમને બોલથી મારવાનો ઈશારો કર્યો અને લાંબા સમય સુધી ગુસ્સાથી ચીસો પાડતો રહ્યો. દરમિયાન ટીમનાં બાકી ખેલાડીઓએ તેને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો.

દુનિયાનાં 120 દેશોમાં IND vs AUS ટેસ્ટ સીરીઝનું થશે પ્રસારણ

કોહલી-બુમરાહે ICC Test Ranking માં લગાવી છલાંગ, જાણો આ યાદીમાં ટીમનું સ્થાન

સિક્સર કિંગ આવી રહ્યો છે મેદાનમાં, આ ટૂર્નામેન્ટ માટે યુવરાજ સિંહની થઇ પસંદગી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો