WTC-IndianTeam/ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમની જાહેરાત

IPL 2023 વચ્ચે BCCIએ એક મોટો નિર્ણય લીધો છે. BCCI દ્વારા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. WTCની ફાઈનલ 7 જૂનથી ઈંગ્લેન્ડમાં રમાશે.

Top Stories Sports
Ajinkya Rahane વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમની જાહેરાત

IPL 2023 વચ્ચે BCCIએ એક મોટો નિર્ણય લીધો છે. BCCI દ્વારા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ WTC-India Team માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. WTCની ફાઈનલ 7 જૂનથી ઈંગ્લેન્ડમાં રમાશે. આમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો ક્વોલિફાય કરી ચૂકી છે.

ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત પહેલા જ કરવામાં આવી હતી, હવે BCCIએ ભારતીય ટીમની જાહેરાત કરી છે. WTC-India Team ટીમની કમાન ફરી એકવાર રોહિત શર્માના હાથમાં રહેશે, જ્યારે તેમાંથી ઘણા એવા ખેલાડીઓને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે, જેઓ ભારતીય ટેસ્ટ ટીમની લાંબા સમયથી બહાર ચાલી રહ્યા હતા. IPLમાં CSK તરફથી રમી રહેલા અને શાનદાર રમત બતાવનાર અજિંક્ય રહાણેને BCCI દ્વારા ઈનામ આપવામાં આવ્યું છે. તેને ફરી એકવાર ટીમ ઈન્ડિયાની ટિકિટ મળી છે.

ઉલ્લેખનીય છે કે ભારતે આ પહેલા ઘરઆંગણે રમાયેલી ચાર ટેસ્ટની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું. WTC-India Team આ શ્રેણી વિજયના પગલે ભારતે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યુ છે. આ પહેલા ગયા વર્ષે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારત ન્યૂઝીલેન્ડ સામે ટકરાયું હતું અને હાર્યું હતું. આમ ભારત સળંગ બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચ્યું છે.

ભારતીય ક્રિકેટ ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુબમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએલ રાહુલ, કેએસ ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ.

આ પણ વાંચોઃ સુદાનમાં યુદ્ધવિરામ/ સુદાનમાં લડતા જૂથો 72 કલાકના યુદ્ધવિરામ માટે સંમત

આ પણ વાંચોઃ કાર્યવાહી/ PFI સામે મોટી કાર્યવાહી, UP, બિહાર, MP સહિત અનેક રાજ્યોમાં NIAના દરોડા

આ પણ વાંચોઃ મોદી-કેરળ/ ભાજપનું દક્ષિણાયન પૂરુ કરવાની આગેવાની લેતા મોદીઃ કેરળમાં જબરજસ્ત શક્તિ પ્રદર્શન