Not Set/ ટ્વિટરે ભારતમાં આવેલી કોરોના મુશ્કેલી સામે લડવા 110 કરોડનું કર્યુ દાન

માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરે ભારતને કોરોનાની બીજી લહેર સામે લડવા માટે 15 મિલિયન એટલે કે લગભગ 110 કરોડનું દાન આપ્યું છે. ટ્વિટરનાં સીઈઓ જેક પેટ્રિક ડોર્સીએ સોમવારે આ માહિતીને ટ્વીટ કરી અને કહ્યું કે આ નાણાં ભારત સુધી કેવી પહોંચશે.

Top Stories Tech & Auto
123 210 ટ્વિટરે ભારતમાં આવેલી કોરોના મુશ્કેલી સામે લડવા 110 કરોડનું કર્યુ દાન

માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરે ભારતને કોરોનાની બીજી લહેર સામે લડવા માટે 15 મિલિયન એટલે કે લગભગ 110 કરોડનું દાન આપ્યું છે. ટ્વિટરનાં સીઈઓ જેક પેટ્રિક ડોર્સીએ સોમવારે આ માહિતીને ટ્વીટ કરી અને કહ્યું કે આ નાણાં ભારત સુધી કેવી પહોંચશે.

Technology / Twitter એ લોન્ચ કર્યુ Tip Jar, જાણો આ ફીચરથી કોને મળશે પૈસા

જેક ડોર્સીનાં જણાવ્યા અનુસાર, આ રાશિ ત્રણ બિન સરકારી સંસ્થાઓ CARE, Aid India અને Sewa Internationa USA ને આપવામાં આવી છે, જેમાંથી CARE નાં 1 કરોડ ડોલર, Aid India અને Sewa Internation USA ને 2.5 મિલિયન ડોલર આપવામાં આવ્યા છે. ટ્વિટર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, સેવા આંતરરાષ્ટ્રીય હિંદુ આસ્થા આધારિત, બિન નફાકારક સેવા સંસ્થા છે. આ સંગઠન જીવન બચાવ ઉપકરણો જેમ કે ઓક્સિજન કોન્સનટ્રેટર, વેન્ટિલેટર જેવા મશીનો પ્રદાન કરશે. તમામ ઉપકરણો દેશની સરકારી હોસ્પિટલો અને કોવિડ-19 કેર સેન્ટરોમાં વહેંચવામાં આવશે.

Technology / Netflix લોન્ચ કરી શકે છે N-પ્લસ સબસ્ક્રિપ્શન સર્વિસ, જાણો તેની વિશે સંપૂર્ણ માહિતી

વળી સમગ્ર દુનિયાની ગરમીને ઘટાડવા માટે સતત કામ કરતી સંસ્થા CARE ને મળેલ ફંડથી કોવિડ-19 કેર સેન્ટર બનાવવામાં આવશે, ઓક્સિજન, પીપીઈ કિટ અને અન્ય જરૂરી સામાનોની આપૂર્તિ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાનાં કેસમાં મોટી રાહત જોવા મળી રહી છે. ખાસ કરીને નવા કેસ કરતા રિકવરી કેસ વધારે જોવા મળતા આશાનું નવું કિરણ જોવા મળી રહ્યું છે. દેશમાં કોરોનાનાં 3.25 લાખથી વધુ કેસ નોંધાયા છે.  જ્યારે કુલ મૃત્યુઆંક 2.50 લાખને પાર પહોંચ્યો છે.  3.55 લાખથી વધુ દર્દીઓ રિકવર થયા છે.

sago str 9 ટ્વિટરે ભારતમાં આવેલી કોરોના મુશ્કેલી સામે લડવા 110 કરોડનું કર્યુ દાન