Twitter Blue Tick/ ટ્વિટર યુઝર્સને લાગ્યો મોટો ઝટકો, હવે બ્લુ ટિક મેળવવા માટે દર મહિને ખાલી કરવા પડશે ખિસ્સા!

હાલમાં વેરિફાઈડ ટ્વિટર યુઝર્સ પાસે બ્લુ ટિક મળ્યા બાદ સબસ્ક્રાઈબ કરવા માટે 90 દિવસનો સમય છે. નહિંતર યુઝર્સ તેમના બ્લુ ચેકમાર્ક ગુમાવે છે.

World Trending
બ્લુ ટિક

ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક હવે ટ્વિટરના નવા માલિક બની ગયા છે. જ્યારથી મસ્કે ટ્વિટરની કમાન સંભાળી છે ત્યારથી તેણે ઘણા મોટા ફેરફારો કર્યા છે. હવે એલોન મસ્ક કમાવવા માટે ટ્વિટર બ્લુ ટિક દ્વારા યૂઝર્સ પાસેથી મોટી રકમ લેવાની તૈયારી કરી રહ્યા છે.આ માહિતી મીડિયા રિપોર્ટ્સ દ્વારા સામે આવી છે.

નોંધનીય છે કે હાલમાં વેરિફાઈડ ટ્વિટર યુઝર્સ પાસે બ્લુ ટિક મળ્યા બાદ સબસ્ક્રાઈબ કરવા માટે 90 દિવસનો સમય છે. નહિંતર યુઝર્સ તેમના બ્લુ ચેકમાર્ક ગુમાવે છે.

ધ વર્જના અહેવાલ મુજબ, ટ્વિટર બ્લુ ટિક સબ્સ્ક્રિપ્શન પ્રોજેક્ટ પર કામ કરતા કર્મચારીઓને 30 ઓક્ટોબરના રોજ ઓર્ડર આપવામાં આવ્યો છે. જે મુજબ કંપની કર્મચારીઓને આ ફીચર લોન્ચ કરવા માટે 7 નવેમ્બર સુધીનો સમય આપી રહી છે. જો ત્યાં સુધીમાં ફીચર લોન્ચ નહીં થાય તો તેમને કંપનીમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવશે.

રોઇટર્સના અહેવાલ મુજબ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના માલિક બન્યા પછી, એલોન મસ્કએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે ટ્વિટર તેની વેરિફિકેશન પ્રક્રિયાને સુધારવા માટે કામ કરી રહ્યું છે.

તે જ સમયે, હવે યુઝર્સ ટ્વિટર પર બ્લુ ટિક મેળવવા માટે પૈસા ચૂકવવા પડશે. તે પણ એક વાર નહીં પરંતુ દર મહિને ટ્વિટર પર બ્લુ ટિક મેળવવા માટે યુઝર્સને મોટી રકમ ચૂકવવી પડશે. ધ વર્જના રિપોર્ટ અનુસાર, યુઝર્સને દર મહિને $19.99 (લગભગ 1646 રૂપિયા)નો ચાર્જ ચૂકવવો પડશે.

આ પણ વાંચો:શું તમે જોયો હસતો સૂર્ય? નાસાએ જાહેર કરી તસવીર, હોઈ શકે છે સંકટનો સંકેત

આ પણ વાંચો:આ પ્રખ્યાત પાર્કની નીચે દટાયેલા છે 20 હજારથી વધુ મૃતદેહ, હજુ પણ ‘ભૂતિયા’ સ્થળમાં થાય છે ગણતરી

આ પણ વાંચો:થંભી જશે રેલ, વીજળી માટે ઝંખશે લોકો, PAKને બરબાદીના આરે લઇ આવ્યું ચીને