Twitter all in one app/ Twitter ટૂંક સમયમાં Whatsapp, Facebook, Instagram જેવી બધી ફેસિલિટી એકમાં જ આપશે

મેસેજિંગ પ્લેટફોર્મ Twitter ટૂંક સમયમાં તેના પ્લેટફોર્મ પર Whatsapp, Facebook, Instagram જે જુદી-જુદી સગવડ આપે છે તેના સહિતની બધી સગવડો તેના પર “Twitter 2.0 The Everything App” પર આપશે.

Top Stories Tech & Auto
Musk Twitter 1 Twitter ટૂંક સમયમાં Whatsapp, Facebook, Instagram જેવી બધી ફેસિલિટી એકમાં જ આપશે

મેસેજિંગ પ્લેટફોર્મ Twitter ટૂંક સમયમાં તેના પ્લેટફોર્મ પર Whatsapp, Facebook, Instagram જે જુદી-જુદી સગવડ આપે છે તેના સહિતની બધી સગવડો તેના પર “Twitter 2.0 The Everything App” પર આપશે. બીજા શબ્દોમાં કહીએ તો ત્રણેય એપનો મેળાવડો એક જ એપ ટ્વિટરમાં મળશે.

Twitterના ચીફ એક્ઝિક્યુટિવ એલોન મસ્કએ મંગળવારે પ્લેટફોર્મ પર Twitter Everthing App આવતા કૉલ્સ અને એન્ક્રિપ્ટેડ મેસેજિંગ ઉમેરવા સહિતની નવી સુવિધાઓ વિશે વિગતો જાહેર કરી. ગયા વર્ષે, મસ્કએ “Twitter 2.0 The Everything App” માટેની યોજનાઓ જાહેર કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે એન્ક્રિપ્ટેડ ડાયરેક્ટ મેસેજ (DMs), લોંગફોર્મ ટ્વીટ્સ અને પેમેન્ટ્સ જેવી સુવિધાઓ હશે.

“ટૂંક સમયમાં આવી રહ્યું છે તમારા હેન્ડલથી આ પ્લેટફોર્મ પર કોઈપણ Twitter Everthing App સાથે વૉઇસ અને વિડિયો ચેટ થશે, જેથી તમે વિશ્વમાં ગમે ત્યાં લોકોને તમારો ફોન નંબર આપ્યા વિના વાત કરી શકો,” એમ મસ્કે મંગળવારે એક ટ્વિટમાં જણાવ્યું હતું. ટ્વિટર પર કોલ ફીચર માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મને મેટાની સોશિયલ મીડિયા એપ્લીકેશન, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની સમકક્ષ લાવશે, જે સમાન સુવિધાઓ ધરાવે છે.

મસ્કે જણાવ્યું હતું કે એન્ક્રિપ્ટેડ ડાયરેક્ટ મેસેજીસનું વર્ઝન ટ્વિટર પર Twitter Everthing App બુધવારથી ઉપલબ્ધ થશે, પરંતુ કોલ્સ એન્ક્રિપ્ટ કરવામાં આવશે કે કેમ તે જણાવ્યું નથી. ટ્વિટરે આ અઠવાડિયે કહ્યું હતું કે તે ઘણા વર્ષોથી નિષ્ક્રિય રહેલા એકાઉન્ટ્સને દૂર કરીને અને આર્કાઇવ કરીને સફાઇ પ્રક્રિયા શરૂ કરશે.

આમ ટ્વિટર હવે વોટ્સએપ, ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ ત્રણેયની દરેક ફેસિલિટી Twitter Everthing App  તેના પર પૂરી પાડશે. આ વાત ખરેખર રોમાંચક લાગે છે. આના લીધે ટ્વિટરના પેઇડ સબસ્ક્રાઇબરોની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે. આ પ્રકારની ફેસિલિટી બધાને આકર્ષી શકે છે. આ સંજોગોમાં ટ્વિટરના યુઝરમાં વધારો થઈ શકે છે. જો કે છેવટે તો બધો આધાર સર્વિસ પર પણ છે.

અહીં મસ્ક પાસે જમા પાસુ એ છે કે તે પોતાના જ સેટેલાઇટ અપલિન્કિંગની Twitter Everthing App સગવડ પણ ધરાવે છે. તેમા પણ કોઈને નંબર આપ્યા વગર તેને વિશ્વના કોઈપણ ખૂણે ફોન કરવાનું ફીચર વધુને વધુ લોકોને આકર્ષી શકે છે. જો કે તેની સામે નિયમનકારોનો મસ્કે સામનો કરવો પડી શકે છે. તેનું કારણ એ છે કે દરેક દેશના કે પ્રાંતના નિયમનકારો નિયમોનો જુદો જ સેટ ધરાવે છે. હવે મસ્ક તેની સાથે કઈ રીતે કામ પાર પાડી શકે છે તે જોવું રહ્યુ. આ જ નિયમને લીધે મસ્કને ભારતમાં હજી સુધી સેટેલાઇટ અપલિન્કિંગની મંજૂરી મળી નથી.

આ પણ વાંચોઃ Women Killed Mother In Law/ સંભાળ લઈને કંટાળેલી મહિલાએ વયોવૃદ્ધ સાસુની હત્યા કરી

આ પણ વાંચોઃ Pak Civil War/ ઇમરાન ખાનની ધરપકડ પછી પાકિસ્તાન ભડકે બળ્યુંઃ આજે રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન

આ પણ વાંચોઃ કર્ણાટક ચૂંટણી 2023/ કર્ણાટક ચૂંટણીઃ ભાજપને સત્તા જાળવવાનો તો કોંગ્રેસને સરકાર રચવાનો વિશ્વાસ