ATM Cheater/ બે ATM ચીટરની સુરતની ઉધના પોલીસે ધરપકડ કરી

સુરતની ઉધના પોલીસે બેંકના ATMમાં ડેબિટ કાર્ડ એક્સચેન્જ કરીને તેમાંથી પૈસા ઉપાડનારા બે ATM ચીટરની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી 31 ડેબિટ કાર્ડ જપ્ત કર્યા છે.

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 2024 02 05T123756.110 બે ATM ચીટરની સુરતની ઉધના પોલીસે ધરપકડ કરી

સુરતઃ સુરતની ઉધના પોલીસે (Udhana Police) બેંકના ATMમાં ડેબિટ કાર્ડ (Debit Card) એક્સચેન્જ કરીને તેમાંથી પૈસા ઉપાડનારા બે ATM ચીટરની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી 31 ડેબિટ કાર્ડ જપ્ત કર્યા છે. આરોપીઓના ગુનાની મોડસ ઓપરેન્ડી એ હતી કે તેઓ મહિલાઓ અને વૃદ્ધોને એટીએમમાંથી રૂપિયા ઉપાડવામાં મદદ કરતા હતા અને  આ મદદ દરમિયાન ડેબિટ કાર્ડ બદલી નાખતા હતા. આરોપીઓ સામે ડીડોંલી, પાંડેસરા, કડોદરા અને પલસાણા સહિત સાત પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે. ધરપકડ કરાયેલા લોકોમાં અંકિત ઉર્ફે લલ્લા યાદવ (21) અને રિતિક ઉર્ફે ભોલા બહાદુર (21), બંને પાંડેસરાના રહેવાસી છે.

આરોપી બંને એટીએમમાં જઈને મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને નિશાન બનાવતા હતા, જ્યારે તેમાંથી એક એટીએમની અંદર જઈને કાર્ડ પર બેંકનું નામ અને પિન પણ જાણતો હતો. તે પછી, તે બહાર આવીને તે જ બેંકનું ડેબિટ કાર્ડ માંગતો, અને એકવાર તેને તે મળી જાય, તે ફરીથી એટીએમની અંદર જઈને તેનું કાર્ડ બીજા સાથે બદલી નાખતો. આમ સુરતમાં ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધોએ એટીએમમાં મદદ કરવાના બ્હાને તેમનું બેન્ક એકાઉન્ટ ખાલી કરનારા ચોરોથી ચેતવાની જરૂર છે. તેથી જો એટીએમનો ઉપયોગ કરતાં યોગ્ય આવડતો ન હોય તો પોતાના કોઈ સગાને લઈને જવું વધુ યોગ્ય રહેશે.  તેથી સાવચેતીમાં જ સમજદારીના સૂત્રને અપનાવવું જરૂરી છે. બને તો એટીએમના સિક્યોરિટી ગાર્ડની મદદ લેવાનું પણ ટાળો. આ પ્રકારની કાર્યવાહી જાતે જ કરો અથવા તો કુટુંબીને જોડે રાખો તે જરૂરી છે.


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ