Not Set/ વિસનગરના ભાલક ગામમાં બે બાળકો તળાવમાં ડૂબી જતાં મોત

વિસનગરમાં બે સગા ભાઇઓ તળાવમાં ડૂબી ગયાં

Gujarat
dubavathi વિસનગરના ભાલક ગામમાં બે બાળકો તળાવમાં ડૂબી જતાં મોત

વિસનગર તાલુકાના ભાલક ગામમાં રહેતા  બે સગાભાઈઓ ઘરેથી રમવા જવાનું કહી ન્હાવા પડતા તળાવના પાણીમાં ડૂબી જવાથી બન્નેના મોત થયા હતા. આ બન્ને નાની ઉમરના હતા એક 7 વર્ષનો અને બીજો 9 વર્ષનો હતો. બન્ને સગાભાઈઓના મોત થતાં ગામમાં શોક છવાઇ ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર બાળકો તેની માતાને રમવાનું કહીને ગયા હતા અને તળાવમાં ન્હાવા પડતાં તેમનું મોત નિપજ્યું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભાલક ગામમાં વિનુજી સોમાજી ઠાકોર રહે છે તેમનાે 9 વર્ષીય પુત્ર અર્જુન અને 7 વર્ષીય પુત્ર હિતેશ મંગળવારે બપોરે તેમની માતાને રમવા માટે જઈએ છીએ તેમ કહી ઘરેથી નીકળ્યા હતા. બન્ને ભાઇઓ મોડે સુધી ઘરે પાછા નહીં આવતાં તેમની બહેન તેમને શોધવા નીકળી હતી. ત્યાં, બહેનની શોધખોળ દરમિયાન ગામની સીમમાં આવેલા તળાવ પાસે તેમનાં કપડાં જોતાં દોડીને ઘરે આવી તેની માતાને જાણ કરી હતી. જેને પગલે મહોલ્લાના લોકો તળાવની પાળે દોડી ગયા હતા અને તપાસ કરતાં બન્ને બાળકો તળાવમાં ડૂબેલા હતા. જેમને બહાર કાઢી 108ને જાણ કરતાં ઘટના સ્થળે દોડી આવેલી 108 ઇમરજન્સીના કર્મચારીઓએ તપાસ કરી બન્ને બાળકોને મૃત જાહેર કરતાં પરિવારજનોના હૈયાફાટ આક્રંદથી લોકો શોકમગ્ન બની ગયા હતાં.ઉલ્લેખનીય છે કે બાળકોના માતા-પિતાએ કોઇ કાર્યવાહી કરવાની ના પાડતાં અકસ્માત બનાવની નોંધ કરી છે.