Gujarat/ સોમવારથી બે દિવસ વેક્સિનેશન ટ્રાયલ-રન, ડો. જયંતિ રવિએ કલેકટરો સાથે યોજી વિડિયો કોન્ફરન્સ

સોમવારથી બે દિવસ વેક્સિનેશન ટ્રાયલ-રન, ડોક્ટર જયંતિ રવિએ કલેકટરો સાથે યોજી વિડિયો કોન્ફરન્સ

Top Stories Ahmedabad Gujarat
today

રાજ્યમાં સોમવારથી વેક્સિનેશન કામગીરીનું ટ્રાયલ રન શરૂ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત સેન્ટર દીઠ 25 વ્યક્તિને બોલાવી ડમી વેક્સિનેશન કરાશે. તેમજ રસીકરણ થી શરૂ કરી આપવા સુધી નું શેડ્યૂલ તૈયાર કરવામાં આવશે. જે અંતર્ગત વેક્સિનેશન માટેના વાહનનો સમય, તબીબી પરિક્ષણનો સમય,એક કલાક પહેલા કેટલા લોકોને રસી આપી શકાય વગેરે બાબતોનું મોનીટરીંગ કરવામાં આવશે. ફાઇનલ યાદી પ્રમાણે કોરોના વેક્સિન આપતા પૂર્વે નો ડાયરો યોજવા માટે રાજ્યના અધિકારો જ્ઞ સચિવ ડોક્ટર જયંતિ રવિએ કલેકટર સાથે એક વિડીયો કોન્ફરન્સ યોજી હતી. જે અંતર્ગત તારીખ 28 અને 29 ડિસેમ્બરે સેન્ટરોમાં કોરોનાની રસી આપવા માટેની સમગ્ર કામગીરીનું રિહર્સલ કરવામાં આવશે.

Jamnagar / કોરોનાના કહેર વચ્ચે હવે આ બીમારીથી થયા બે બાળકોના મોત……

કલેક્ટરોને સંબોધન કરતા ડોક્ટર જયંતિ રવિએ જણાવ્યું હતું તે પ્રમાણે આ ટ્રાયલ અંતર્ગત જે રીતે વેક્સિનેશન આપવાનો છે અને તે પ્રક્રિયામાંથી દરેક વ્યક્તિએ કઈ રીતે પસાર થવાનું છે તેનું આબેહૂબ રીતે નિરૂપણ કરવામાં આવશે. પરંતુ કોરોના ની રસી નહી હોય, જે તે વ્યક્તિને વેક્સિનેટર, વાહન અને તેને આનુસંગિક તમામ જરૂરિયાતવાળી ચીજવસ્તુઓઉપલબ્ધ કરાવવામાં આવશે.

Gujarat / વિહીપ રામ મંદિર નિર્માણ માટે રાજ્યના 18000 ગામડાઓ ખુંદી વળશે…

આ ઉપરાંત કોરોના ટ્રાયલ રનમાં થનારી કાર્યવાહી અંતર્ગત કોરોના રસી લઈને નીકળશે અને જે તે સેન્ટરમાં તેને કેટલા સમયમાં પહોંચાડી શકાય છે તે અંગેના સમયની નોંધણી કરવામાં આવશે. કારણકે વાહનમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવેલી હશે.આ બધું માત્ર કાલ્પનિક રિહર્સલના ભાગરૂપે ભજવવાનું રહેશે જેથી વેક્સિનેશન કામગીરીના સમય મર્યાદા અંગે તંત્રને અગાઉથી જાણકારી ઉપલબ્ધ થઈ શકે.

Surat / અધધધ ચોરીના બાઈક સાથે આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ…

કોરોના રસીકરણના ટ્રાયલ અંતર્ગત સમયમર્યાદાની અંદર તમામ વ્યક્તિઓને વેક્સિનેશન થાય તે માટે આબેહૂબ કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં સેન્ટર દીઠ 25 વ્યક્તિઓને ડમી વેક્સિનેશન કરાશે. સૌપ્રથમ તેને વેઇટિંગ રૂમમાં બેસાડવામાં આવશે ત્યારબાદ વેક્સિનેશન રૂમમાં લઇ જવામાં આવશે, ત્યારબાદ ઉપલબ્ધ વેક્સિનેટર અને તેની સાથેના ચાર તબીબો વ્યક્તિને વેક્સિનેશન કરશે. વેક્સિનેશન બાદ તેને 30 મિનિટ બેસાડી અને તબિયતનું પરીક્ષણ કરવામાં આવશે. આમ વેક્સિનેશનના દિવસે વાસ્તવિક રીતે કરવાની કામગીરીનું ટ્રાયલરન કરવામાં આવી રહ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…