Biparjoyaftereffects/ બનાસકાંઠામાં ભારે વરસાદના લીધે બેના મોત

બનાસકાંઠાના ધાનેરામાં ભારે વરસાદથી અત્યાર સુધીમાં બેનાં મોત થયા છે. પૂરના પાણીમાં ગાડી તણાતાં એકનું મોત તો ખેતરમાં પૂરનું પાણી આવી જતાં એક ખેડૂતનું મોત થયું છે.

Top Stories Gujarat
Banaskantha 1 બનાસકાંઠામાં ભારે વરસાદના લીધે બેના મોત

બનાસકાંઠાના ધાનેરામાં ભારે વરસાદથી Biparjoy aftereffects અત્યાર સુધીમાં બેનાં મોત થયા છે. પૂરના પાણીમાં ગાડી તણાતાં એકનું મોત તો ખેતરમાં પૂરનું પાણી આવી જતાં એક ખેડૂતનું મોત થયું છે. શનિવારે રાત્રે ભારે વરસાદથી ગામમાં પાંચ ફૂટ જેટલું પાણી ભરાયું હતું. દૂધ મંડળીમાં ભારે નુકસાન થયું હતું. આ ઉપરાંત ગૌશાળાની 25 ગાયોના મોત થયા હતા. બરબાદી બાદ ગામમાં પહોંચેલા કલેક્ટરે હાલ તો લોકોને સહાયની ખાત્રી આપી છે. પરંતુ હાલ કાદવ-કીચડના સામ્રાજ્યમાં રહેવામાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

બિપરજોય વાવાઝોડાથી બનાસકાંઠામાં Biparjoy aftereffects ધોધમાર વરસાદથી ભારે તબાહી જોવા મળી છે. ધાનેરાના જડિયા ગામે વરસાદના પાણી ઓસરતા તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. જડિયા ગામે 200થી વધુ મકાનોમાં નુકસાન થયું છે. તો પૂર આવતા ઘરવખખરી અને પાક તણાઈ જતા લાખોનું નુકસાન થયું છે.

Banaskantha 2 બનાસકાંઠામાં ભારે વરસાદના લીધે બેના મોત

ભારે વરસાદથી બનાસકાંઠાનેા હાલ બેહાલ
બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના અમીરગઢમાં સૌથી વધુ આઠ ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત પાલનપુર-દાંતીવાડામાં પણ 6-6 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના 100થી વધુ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબકતા નદીઓમાં નવા નીર આવ્યાં છે.

અમીરગઢના વીરમપુરથી ભાટવાસની હદમાં આવેલા Biparjoy aftereffects ચનવાયા ગામના રોડનું નાળું તૂટી જતાં ત્રણ ગામો સંર્પક વિહોણા બન્યાં હતાં. જેથી લોકોને હાલાકી પડી રહી છે. જોકે, ભારે વરસાદ પડતા બનાસ નદીમાં નવા નીરની પણ આવક થઈ છે. તેમજ ધાનેરાના આલવાડા ગામના વહેણમાં આઠ લોકો ફસાયા હતા. જેમાંથી સાત લોકોને બચાવી લેવાયા છે. જ્યારે એકની લાશ હાથ લાગી હતી. આ ઉપરાંત ધાનેરાના જોડિયા ગામમાં પાણી ઘૂસ્યાં હતાં. જેથી 15થી વધુ પશુનાં મોત થયાં હતાં.

Banaskantha 3 બનાસકાંઠામાં ભારે વરસાદના લીધે બેના મોત

વાહનવ્યવહાર ઠપ

બનાસકાંઠામાં બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. Biparjoy aftereffects તેના લીધે અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે. ખેતરો તળાવમાં ફેરવાયા છે તો નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. ભારે વરસાદ અને પવનના કારણે ભારે નુકશાન થયું છે. તો બીજી તરફ આજે ધાનેરાના બાપલાથી કુંડી જતો રોડ ધોવાઈ ગયો છે. ભારે પાણીની આવકના કારણે રોડ તૂટી ગયો હતો. 10થી વધારે ગામડાંઓને જોડતો રોડ તૂટતા વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. મોડી રાતે તોફાની વરસાદ બાદ રોડ રસ્તા તૂટ્યા છે. અનેક ગામડાંઓમાં અવરજવર કરવી મુશ્કેલ બની છે.

 

આ પણ વાંચોઃ આગાહી/ હવામાન વિભાગે હિટવેવને લઇને આ રાજ્યો માટે કરી આ મોટી આગાહી,જાણો

આ પણ વાંચોઃ વિવાદ/ કાઠમંડુના મેયરે તમામ ભારતીય ફિલ્મો પર મૂક્યો પ્રતિબંધ,ફિલ્મમાંથી આ લાઇન દૂર કરવાની કરી માંગ

આ પણ વાંચોઃ ધરપકડ/ મુંબઈ બ્લાસ્ટના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી બશીરની કેનેડામાં ધરપકડ,હવે ભારત લાવવામાં આવશે

આ પણ વાંચોઃ હુમલો/ વંદે ભારત ટ્રેન પર ફરી હુમલો, પથ્થરમારો કરીને બારીના કાચ તોડ્યા

આ પણ વાંચોઃ રથયાત્રા/અમદાવાદમાં રથયાત્રા નિમિત્તે કેટલા રસ્તા પર ડાયવર્ઝન, કેટલા બંધ તે જાણો