Crime/ વાડજ માંથી બે નકલી પોલીસની અસલી પોલીસે કરી ધરપકડ

શહેરમાં નકલી પોલીસનો રાફડો ફાટ્યો હોય તેમ એક પછી એક નકલી પોલીસના બનાવો સામને આવી રહ્યા છે. શહેરના ભાડજ વિસ્તરમાં પણ રાહદારીને નકલી પોલીસે લૂંટીને ફરાર થઇ જવાની ઘટના સામને આવી હતી. એની પહેલા પણ બાપુનગરમાં દંપતીને જાહેરમાં મટન લઈને કેમ ફરો છો તેમ કહીને એક નકલી પોલીસે લૂંટ આચરી હતી. હવે વધુ એક નવો […]

Ahmedabad Gujarat
77966770 વાડજ માંથી બે નકલી પોલીસની અસલી પોલીસે કરી ધરપકડ

શહેરમાં નકલી પોલીસનો રાફડો ફાટ્યો હોય તેમ એક પછી એક નકલી પોલીસના બનાવો સામને આવી રહ્યા છે. શહેરના ભાડજ વિસ્તરમાં પણ રાહદારીને નકલી પોલીસે લૂંટીને ફરાર થઇ જવાની ઘટના સામને આવી હતી. એની પહેલા પણ બાપુનગરમાં દંપતીને જાહેરમાં મટન લઈને કેમ ફરો છો તેમ કહીને એક નકલી પોલીસે લૂંટ આચરી હતી. હવે વધુ એક નવો નકલી પોલીસનો બનાવ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં બન્યો છે.

c34c2676 bc75 4ab4 a7d9 cc81d387ed0a e1613118198971 વાડજ માંથી બે નકલી પોલીસની અસલી પોલીસે કરી ધરપકડ

મેઘાણીનગર વિસ્તાર માં રહેતા રોશન તૈલી એ વાડજ પોલીસ સ્ટેશન માં પોલીસ ફરિયાદ આપી છે કે તે ગઇકાલે સવારે તે તાવડીપુરા માં આવેલ આકાશ ટ્રેડિંગ ના ગોડાઉન માંથી ૪૮ કટ્ટા ઘઉં અને ૫૨ કટ્ટા ચોખા ભરી ને ચાંગોદર જઈ રહ્યા હતા તે દરમિયાન વાડજ સર્કલ પાસે બે યુવકો એ ફરિયાદી ને અટકાવ્યા હતા. અને તેમના શેઠ ને બોલાવવા માટે કહ્યું હતું. જો કે શેઠ ઘટના સ્થળે આવી પહોંચ્યા બંને યુવકોએ પોતે ક્રાઇમ બ્રાન્ચ માંથી આવતા હોવાની ઓળખ આપીને આ ગાડીમાં સસ્તા અનાજની દુકાનમાંથી ગેરકાયદે અનાજ ભરેલ હોવાનુ કહીને રૂપિયા ૫ લાખની માંગણી કરી હતી.

1ab9b63b e0d4 4107 962f 12c1e29d7cb4 e1613118383875 વાડજ માંથી બે નકલી પોલીસની અસલી પોલીસે કરી ધરપકડ

 

જો કે આ બંને લબર મૂછીયાઓ એ લગભગ બે થી અઢી કલાક ગાડી ઊબ૊ રાખતા અંતે ફરિયાદ ના શેઠ એ પોલીસ ને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચતા જાણવા મળ્યું હતું કે આ બંને આરોપી ઓ અભયસિંહ ચૌહાણ અને સિધ્ધાંત અધારા બનાવટી પોલીસ બનીને રૂપિયા ની માંગણી કરી રહ્યા છે. હાલ માં પોલીસ એ આ બંને આરોપી ઓની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી ને વધુ તપાસ શરૂ કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…