UPSC Result/ બે છોકરીઓનું એક નામ, એક રોલ નંબર, એક જ રેન્ક, બંનેના ઘરે થઇ રહી છે ઉજવણી, પણ સિલેક્ટ કોણ ?

મંગળવારે UPSC દ્વારા જાહેર કરાયેલ સિવિલ સર્વિસ પરીક્ષા, 2022 ના પરિણામમાં એક આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મધ્યપ્રદેશના બે અલગ-અલગ શહેરોમાં રહેતી છોકરીઓનો દાવો છે કે તેઓએ પરીક્ષા પાસ કરી છે. બંનેના નામ અને રોલ નંબર એક જ છે, રેન્ક પણ એક જ છે. પ્રશ્ન એ છે કે શું UPSC આવી ભૂલ કરી શકે છે. જો નહીં, તો કોની પસંદગી થઈ તે મિલિયન ડોલરનો પ્રશ્ન છે.

Top Stories India
UPSC

યુપીએસસીએ મંગળવારે સિવિલ સર્વિસ પરીક્ષા 2022નું પરિણામ જાહેર કર્યું છે. સફળ ઉમેદવારોની યાદીમાં મધ્યપ્રદેશની ઘણી દીકરીઓના નામ સામેલ છે. પરંતુ આ પરિણામની વચ્ચે  એક વિચિત્ર કિસ્સો પણ સામે આવ્યો છે. બે છોકરીઓએ દાવો કર્યો છે કે તેઓએ પરીક્ષા પાસ કરી લીધી છે. અને આશ્ચર્યની વાત એ છે કે બંનેનું નામ અને રોલ નંબર એક જ છે. એટલું જ નહીં બંને 184મો રેન્ક મેળવવાનો દાવો કરી રહ્યા છે. પરિણામ આવ્યા બાદથી બંને છોકરીઓના ઘરમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો છે, પરંતુ તે શક્ય છે કે કેમ તે પ્રશ્ન છે. હવે તપાસ બાદ જ ખબર પડશે કે બંનેમાંથી કયો દાવો સાચો છે.

યુપીએસસી દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં આયશા નામની યુવતીનું નામ 184માં નંબર પર છે. પરિણામ આવતાની સાથે જ બે પરિવારોમાં ઉજવણી શરૂ થઈ ગઈ. આ પરિવારોમાં એક દેવાસ પરિવાર છે. આયશા ફાતિમા નામની છોકરીનો દાવો છે કે તેને 184મો રેન્ક મળ્યો છે. બીજો પરિવાર અલીરાજપુર જિલ્લાની આયશા મકરાણીનો છે. તેણે પણ એવો  દાવો કર્યો છે કે તેને 184મો રેન્ક મળ્યો છે.

ભૂલનું કારણ

નવાઈની વાત એ છે કે આયશા નામની બંને છોકરીઓનો રોલ નંબર એક છે. બંનેના એડમિટ કાર્ડ પર રોલ નંબર 7811744 લખેલ છે. બંને માટે એક જ રોલ નંબર મેળવવો શક્ય છે કે નહીં, તે ફક્ત UPSC જ કહી શકે છે. જો કે બંને યુવતીઓ લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યુમાં હાજર રહેવાનો દાવો કરી રહી છે. આ માટે બંને પોતપોતાના પુરાવા પણ રજૂ કરી રહ્યા છે.

ayasha fatima

તેના સંબંધિત દાવાઓ

દેવાસની આયશા ફાતિમાના પિતાનું નામ નઝીરુદ્દીન છે. તેમની દલીલ છે કે UPSC આવી ભૂલ ન કરી શકે. અને  દાવો કરી રહ્યા છે કે તેમની પુત્રીનું સિલેકશન કરવામાં આવ્યું છે. બીજી તરફ અલીરાજપુરની આયશા મકરાણીના પિતાનું નામ સલીમુદ્દીન છે. તેના સિવિલ એન્જિનિયર ભાઈનો દાવો છે કે આયશાએ આ સફળતા માટે ઘણી મહેનત કરી હતી. તેઓ આ મામલે કોર્ટમાં જવા માટે પણ તૈયાર છે.
ayasha makrani

મોટો પ્રશ્ન – કોની પસંદગી થઈ

બંને યુવતીઓએ સોશિયલ મીડિયા પર તેમના એડમિટ કાર્ડ અને પરીક્ષામાં હાજર રહેવા સંબંધિત પુરાવા રજૂ કર્યા છે. દેવાસની આયશા ફાતિમાના એડમિટ કાર્ડ પર ઈન્ટરવ્યુની તારીખ 25 એપ્રિલ છે અને મંગળવાર લખેલ છે. અલીરાજપુરની આયશા મકરાણીના એડમિટ કાર્ડ પર તારીખ 25 એપ્રિલ જ છે, પરંતુ દિવસ ગુરુવાર લખાયેલો છે. વાસ્તવમાં 25મી એપ્રિલે મંગળવાર હતો. આયશા ફાતિમાના એડમિટ કાર્ડ પર UPSC નો વોટરમાર્ક અને QR કોડ છે. QR કોડ સ્કેન કરવાથી એ જ માહિતી બહાર આવી રહી છે જેનો ઉલ્લેખ એડમિટ કાર્ડ પર છે. આયશા મકરાણીના એડમિટ કાર્ડ પર ન તો વોટરમાર્ક છે કે ન તો QR કોડ.

આ પણ વાંચો:કિશ્તવાડમાં ભયાનક માર્ગ અકસ્માતનો શિકાર થયું ક્રુઝર વાહન, 7 લોકોના મોત

આ પણ વાંચો:અધીર રંજન ચૌધરીએ ફરી આપી વડાપ્રધાનને ‘ગાળો’, કહ્યું- પાગલ મોદી….

આ પણ વાંચો:ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલો સ્વીકાર્ય નહીંઃ મોદી, આલ્બાનીઝની આકરા પગલાં લેવાની ખાતરી

આ પણ વાંચો:ટીવી અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું માર્ગ અકસ્માતમાં મોત