સુરેન્દ્રનગર/ ભોજપરા ગામે બે જુથ અથડામણ, 4 લોકોને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા

લીંબડીમા હજી થોડાક દિવસ પહેલા જ ભલગામડા ગેટ પાસે રળોલના યુવાનની કરપીણ હત્યા કરી નાખી આવી હતી

Gujarat Others
A 111 ભોજપરા ગામે બે જુથ અથડામણ, 4 લોકોને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા

લીંબડી તાલુકાના ભોજપરા ગામમાં અલગ અલગ જ્ઞાતિના બે જૂથો વચ્ચે બોલાચાલી થતાં મામલો મારા મારી સુધી પોહચતાં એક મહિલા સહિત ચાર વ્યક્તીઓને ઈજા પોહચતાં સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે લીંબડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વધુ ઇજાગ્રસ્ત હાલતમાં વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાવ ની જાણ પોલીસને ખતાં ઘટના સ્થળ પહોંચતા પ્રાથમિક તપાસમાં રસ્તા પર ચાલવા જેવી નજીવી બાબતે મારામારી થઈ હોવાની બાહર આવતાં પાણશીણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

લીંબડીમા હજી થોડાક દિવસ પહેલા જ ભલગામડા ગેટ પાસે રળોલના યુવાનની કરપીણ હત્યા કરી નાખી આવી હતી તેમજ હજીતો હત્યારાઓ ને પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી નથી ત્યાતો શિયાણી ગામે બે દિવસ પહેલા રેતી ચોરી બાબતે મારામારી થઈ હતી તેમા પણ એક વ્યક્તિએ ગભીર ઇજાગ્રસ્ત હાલતમાં સુરેન્દ્રનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તેની પણ લીંબડી પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી નથી તાતો ભોજપરા મારામારી થય. છેલ્લા કેટલાક સમયથી લીંબડી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં લુખ્ખા તત્વો આતંક મચાવ્યો હોય તેવુ લાગી રહ્યું છે.

kalmukho str 6 ભોજપરા ગામે બે જુથ અથડામણ, 4 લોકોને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા