Not Set/ અમરનાથ યાત્રામાં બે ગુજરાતીઓનાં થયા મોત, હેલિકોપ્ટરથી લાવવામા આવશે મૃતદેહ

અમરનાથ યાત્રાથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અમરનાથ યાત્રામાં બાબા બર્ફાનીનાં દર્શનાર્થે ગયેલા બે ગુજરાતીઓનાં મોત થયા છે. આ બંન્ને ગુજરાતીઓ વડોદરાનાં રહેવાસી છે. જેમનુ નામ અંકિત ચોક્સી અને રસિક પટેલ છે. બાબા બર્ફાનીનાં દર્શન કરીને પરત ફરી રહેલા રસિક પટેલની અચાનક તબિયત લથડી હતી. ત્યારબાદ પહેલગામ ખાતે હૃદયરોગનાં હુમલાથી તેમનું મોત નિપજ્યું હતુ. ત્રણ […]

Top Stories Vadodara
6369815866549351182 અમરનાથ યાત્રામાં બે ગુજરાતીઓનાં થયા મોત, હેલિકોપ્ટરથી લાવવામા આવશે મૃતદેહ

અમરનાથ યાત્રાથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અમરનાથ યાત્રામાં બાબા બર્ફાનીનાં દર્શનાર્થે ગયેલા બે ગુજરાતીઓનાં મોત થયા છે. આ બંન્ને ગુજરાતીઓ વડોદરાનાં રહેવાસી છે. જેમનુ નામ અંકિત ચોક્સી અને રસિક પટેલ છે. બાબા બર્ફાનીનાં દર્શન કરીને પરત ફરી રહેલા રસિક પટેલની અચાનક તબિયત લથડી હતી. ત્યારબાદ પહેલગામ ખાતે હૃદયરોગનાં હુમલાથી તેમનું મોત નિપજ્યું હતુ. ત્રણ દિવસ અગાઉ અંકિત ચોક્સી નામનાં યાત્રીનું પણ બ્રેઇન હેમરેજથી મોત થયું હતું.

આ બંન્ને ગુજરાતીઓનાં મોત બાદ વડોદરામાં ગમગીન માહોલ જોવા મળ્યો છે. ત્રણ દિવસ પહેલા પણ અંકિત ચોકસી નામનાં યાત્રીનું બ્રેઇન હેમરેજ થવાથી મોત થયુ હતુ. જે બાદ હવે વડોદરાનો જ એક યાત્રી કે જેની અચાનક તબિયત લથડી જતા તેને સારવાર અર્થે પહેલગામ લાવવામાં આવ્યો હતો. પરંતુ ત્યા તેનું હ્રદયરોગનાં હુમલાનાં કારણે મોત નિપજ્યુ હતુ. જે બાદ તેના મૃતદેહને હેલિકોપ્ટરની મદદથી આજે સાંજ સુધી વડોદરા લાવવામાં આવશે, જ્યા તેની મોતનાં સમાચાર સાંભળી પરિવારજનોની હાલત ખરાબ થઇ હોવાનુ સામે આવી રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન