આગ/ મુંબઇમાં 15 માળની ઇમારતમાં આગ લાગતાં 2 લોકોનાં મોત

ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું કે આ બિલ્ડિંગના એક ફ્લેટમાં 7 લોકો ફસાયા છે. કલાકોની જહેમત બાદ ફાયર બ્રિગેડના જવાનોએ કોઈક રીતે આગને વધુ ફેલાતી અટકાવી હતી

Top Stories India
aag મુંબઇમાં 15 માળની ઇમારતમાં આગ લાગતાં 2 લોકોનાં મોત

મુંબઈના ઉપનગર કાંદિવલી (વેસ્ટ)માં શનિવારે રાત્રે એક 15 માળની ઈમારતમાં આગ ફાટી નીકળી હતી. નાગરિક સંસ્થાના એક અધિકારીએ આ ઘટના અંગે માહિતી આપી છે. મથુરાદાસ રોડ પર સ્થિત ‘હૌસા હેરિટેજ’ બિલ્ડિંગના 14મા માળે રાત્રે 8.30 વાગ્યે આગ લાગી હતી, એમ તેમણે જણાવ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે, “પોલીસ, 7 ફાયર ગાડીઓ, ફાયર બ્રિગેડના કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી. આગ ક્યાં કારણસર લાગી છે તેની તપાસ કરવામાં આવી રહી છે.

શરૂઆતમાં ન્યૂઝ એજન્સી  પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે આ આગમાં 2 લોકો દાઝી ગયા છે. બંને લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જેમાંથી એકને મૃત જાહેર કરવામાં આવ્યો છે. આગ કેવી રીતે લાગી તે અંગે હજુ સુધી કોઈ નક્કર માહિતી મળી નથી. હવે મુંબઈ પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં એક મહિલાનું પણ મોત થયું છે. આ રીતે આ આગમાં મૃત્યુઆંક 2 પર પહોંચી ગયો છે.

ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું કે આ બિલ્ડિંગના એક ફ્લેટમાં 7 લોકો ફસાયા છે. કલાકોની જહેમત બાદ ફાયર બ્રિગેડના જવાનોએ કોઈક રીતે આગને વધુ ફેલાતી અટકાવી હતી. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.