Corona Positive/ વધુ બે નેતા આવ્યા કોરોનાની ઝપટમાં, ટ્વીટ કરી આપી જાણકારી

ફરી એકવાર કોરોનાએ દેશમાં વેગ પકડ્યો છે. આજે સામાન્ય લોકોથી લઇને નેતા-અભિનેતા પણ આ વાયરસથી પોતાને બચાવી શક્યા નથી.

Top Stories India
mmata 58 વધુ બે નેતા આવ્યા કોરોનાની ઝપટમાં, ટ્વીટ કરી આપી જાણકારી

ફરી એકવાર કોરોનાએ દેશમાં વેગ પકડ્યો છે. આજે સામાન્ય લોકોથી લઇને નેતા-અભિનેતા પણ આ વાયરસથી પોતાને બચાવી શક્યા નથી. આ દરમિયાન કેન્દ્રીય પ્રધાન સંતોષ ગંગવાર અને ભાજપનાં સાંસદ સરોજ પાંડે કોરોના વાયરસથી સંક્રમિત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

બંને નેતાઓએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. સંતોષ ગંગવારે ટ્વીટ કર્યું હતું કે, ‘હું તમને જાણ કરવા માંગું છું કે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી પાસે કોઈપણ પ્રકારની સિમટમ્સ નથી, હું વિનંતી કરું છું કે દરેક જે મારા સંપર્કમાં આવ્યા છે, કૃપા કરીને કોરોના સુરક્ષાનાં નિયમોનું પાલન કરે. સાથે મળીને આપણે આ રોગચાળાથી જીત મેળવીશું.

બીજી તરફ ભાજપનાં સાંસદ સરોજ પાંડેએ ટ્વીટ કર્યું હતું કે, ‘ગઈકાલે તબિયત નબળી હોવાને કારણે કોવિડ-19 નો ટેસ્ટ કરાવ્યો હતો અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડોકટરોની સલાહ લઈને મને દિલ્હીનાં એઈમ્સમાં દાખલ કરવામાં આવેલ છે. જે લોકો છેલ્લા દિવસોમાં મારી સાથે સંપર્કમાં આવ્યા છે, તેઓએ બધાએ તેમનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ.

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ ચાલુ છે. મંગળવાર (13 એપ્રિલ) નાં રોજ આરોગ્ય મંત્રાલયનાં ડેટા અનુસાર, ભારતમાં કોરોના વાયરસનાં 1,61,736 નવા અને છેલ્લા 24 કલાકમાં 879 નવા મોત નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 97,168 લોકો કોરોનાથી ઠીક થયા છે. દેશમાં કોવિડ-19 કુલ પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 1,36,89,453 થઈ છે. કોરોના મૃત્યુ આંકડો દેશમાં અત્યાર સુધીમાં 1,71,058 પર પહોંચી ગયો છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા વધીને 12,64,698 થઈ ગઈ છે. વળી 1,22,53,697 લોકોને રજા આપવામાં આવી છે. 16 જાન્યુઆરીથી શરૂ થયેલી રસીકરણ અભિયાન અંતર્ગત, 10,85,33,085 લોકોને કોરોના વાયરસની રસી આપવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ