Omicron/ જામનગરમાં ઓમિક્રોનના વધુ બે શંકાસ્પદ કેસ આવ્યા સામે, તંત્રની ચિંતામાં વધારો

 જામનગરમાં ઓમિક્રોનના વધુ બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. ઓમિક્રોન સંક્રમિતના પરિવારજનો પણ સંક્રમિત બન્યા છે. પરિવારના બે સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે

Top Stories Gujarat Others
kheralu 1 જામનગરમાં ઓમિક્રોનના વધુ બે શંકાસ્પદ કેસ આવ્યા સામે, તંત્રની ચિંતામાં વધારો

ભારતમાં ઓમિક્રોનની દહેશત સતત વધી રહી છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ ઓમિક્રોન શંકાસ્પદ કેસમાં સતત વધારો નોધાઈ રહ્યો છે. ગુજરાત રાજ્યમાં જામનગર ખાતે પ્રથમ ઓમિક્રોનનો કેસ નોધાયા બાદ્દ  ર્જ્કોત અને અમદાવાદ ખાતેથી વધુ શંકાસ્પદ કેસ મળી આવ્યા છે. જેને પગલે રાજ્ય સરકારની ચિંતામાં પણ વધારો થયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જામનગરમાં ઓમિક્રોનના વધુ બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. ઓમિક્રોન સંક્રમિતના પરિવારજનો પણ સંક્રમિત બન્યા છે. પરિવારના બે સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દર્દીના પરિવારમાંથી 1 સ્ત્રી અને 1 પુરુષ  કોરોના સંક્રમિત મળી આવ્યા છે.  દર્દી પોતે ઓમિક્રોન પોઝિટિવ  હોવાથી પરિવારજનો પણ ઓમીક્રોન પોઝિટિવ હોવાઈ શંકા પ્રબળ બની છે.

હાલમાં બંને સંક્રમિતોના નમૂના ગાંધીનગર લેબમાં મોકલવામા આવ્યા છે. બંને દર્દીઓને કોવીડ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અને બંને શંકાસ્પદ ને હાલમાં આઇસોલેશનમાં રાખવામા આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાથી ઓમિક્રોન વેરિઅન્ટનો પહેલો કેસ નોંધાયો હતો. જે બાદ દેશમાં 4 ઓમિક્રોન વેરિઅન્ટના કેસ સામે આવ્યા હતા. ત્યારબાદ રવિવારે સવારે દિલ્હીમાં વધુ એક કેસ નોંધાયો હતો.

મહારાષ્ટ્રમાં તેના સૌથી વધુ કેસ છે. ત્યાં ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 8 થઈ ગઈ છે. રવિવારે 7 નવા કેસ નોંધાયા હતા. જેમાં એક જ પરિવારના 6 લોકોનો સમાવેશ થાય છે, જેઓ નાઈજીરિયાથી પરત ફર્યા હતા. હાલમાં દેશમાં ઓમિક્રોન સંક્રમિતોની કુલ સંખ્યા 12 થઈ છે.

પંચાયત ચૂંટણી / સરકાર દ્વારા અમારી સાથે ઓરમાયું વર્તન કરવામાં આવે છે, અમે ચુંટણીમાં સહયોગ નહીં આપીએ

ગુજરાત / ગ્રામપંચાયત સમરસ બનાવવા કવાયત, શામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવવાનો વ્યૂહ

Gujarat / સિંહે પાલતુ પશુનું મારણ કર્યું તો આધેડ વ્યક્તિ પર દિપડાએ કર્યો હિસંક હુમલો

હિન્દુ ધર્મ / નવગ્રહ શાંતિના ખૂબ જ સરળ ઉપાય, જીવનમાં સુખ માટે અવશ્ય અજમાવો

ફરી કુદરતના ખોળે / સોહામણું શ્યામશિર ટપુશીયુ સુગરીના વપરાઈ ગયેલા માળામાં પોતાના ઈંડા મૂકે છે….

હિન્દુ ધર્મ / મૃત શરીરને અગ્નિ દાહ આપીએ છીએ, અને બીજી બાજુ  મૃત પ્રાણી શરીરને રસોડે લઈ જઈ આરોગીએ છીએ, જાણો શું કહે છે શાસ્ત્રો..?

હિન્દુ ધર્મ / આ નાનકડા ઉપાયથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે સાથે રોગનું જોખમ પણ ઘટે છે, આવો જાણીએ