AMC-Watertank/ અમદાવાદની પાણીની વધતી જરૂરિયાતને પહોંચી વળવા બે નવી ટાંકી બનાવાશે

અમદાવાદ શહેરની વસ્તી વધવાની સાથે-સાથે તેની પાણીની જરૂરિયાત પણ વધી રહી છે. અમદાવાદની વધતી જતી વસ્તીની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે કોર્પોરેશને 45થી 50 કરોડના ખર્ચે નવી પાણીની ટાંકી બનાવવાનો નિર્ણય લીધો છે.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 2024 01 20T142703.209 અમદાવાદની પાણીની વધતી જરૂરિયાતને પહોંચી વળવા બે નવી ટાંકી બનાવાશે

અમદાવાદઃ અમદાવાદ શહેરની વસ્તી વધવાની સાથે-સાથે તેની પાણીની જરૂરિયાત પણ વધી રહી છે. અમદાવાદની વધતી જતી વસ્તીની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે કોર્પોરેશને 45થી 50 કરોડના ખર્ચે નવી પાણીની ટાંકી બનાવવાનો નિર્ણય લીધો છે. આ નવી પાણીની ટાંકી 20-20 લાખ લિટરની હશે. આ પાણીની ટાંકી બનવાના પગલે અમદાવાદના મધ્ય ઝોનમાં પીવાના પામીની સમસ્યા દૂર થઈ જશે તેમ મનાય છે.

શુક્રવારે મળેલી અમદાવાદ મહાનગર પાલિકા (એએમસી)ની બેઠકમાં વોટર સપ્લાય કમિટીની બેઠકમાં શહેરના દુધેશ્વર અને વેજલપુર વિસ્તારમાં પાણીની નવી ટાંકી બનાવવા મંજૂરી આપવામાં આવી હતી. વેજલપુર ખાતે હાલની પાણીની ટાંકી કરતાં પાંચ ગણી મોટી પાણીની ટાંકી બનાવવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે દુધેશ્વરમાં પણ 20 લાખ લિટરની ક્ષમતા ધરાવતી અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી બનાવવામાં આવશે.

અમદાવાદ શહેરમાં પાણીની ટાંકીઓ વર્ષો જૂની છે. તેથી હાલમાં સ્થાનિકોને ઓછા પ્રેશરના લીધે જરૂરિયાતની સામે અપૂરતુ પાણી મળે છે. તેનું નિરાકારણ આ નવી ટાંકી છે. આ નવી ટાંકી બનાવવા મંજૂરી મળતા તેનું ટેન્ડર બહાર પાડવામાં આવશે.

અમદાવાદ મનપાની વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલીપ બગરિયાએ જણાવ્યું હતું કે વેજલપુર વિસ્તારમાં વર્ષો જૂની પંચાયત સમયની નવ લાખ લિટરની પાણીની ટાંકી છે. હવે ત્યાં નવી ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી બનાવવામાં આવશે.

AMCની કમિટીના વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલીપ બગરિયાએ જણાવ્યું હતું કે વેજલપુર વિસ્તારમાં જૂની પંચાયતના સમયની નવ લાખ લિટરની પાણીની ટાંકી છે. હવે નવી ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી બનાવવામાં આવશ. બે તબક્કામાં થનારી આ કામગીરી અંતર્ગત હાલની ટાંકીની બાજુમાં 15 લાખ લિટરની ક્ષમતા ધરાવતી ઓવરહેડ અને 22 લાખની ક્ષમતાવાળી પાણીની ટાંકી બનાવવામાં આવશે.

બીજા તબક્કામાં હાલની પાણીની ટાંકીને દૂર કરીને ત્યાં 29 લાખ લિટર પાણીની ટાંકી બનાવી મર્જ કરવામાં આવશે. આમ કુલ 51 લાખ લિટરની ક્ષમતાથી પાણીની ટાંકીથી વેજલપુર અને આસપાસના વિસ્તારના લોકોને નર્મદાનું પાણી પૂરતા પ્રમાણમાં મળશે તેવો એએમસીનો દાવો છે.

શહેરના પશ્ચિમ વિસ્તારના દુધેશ્વરમાં 24.57 કરોડના ખર્ચે 20 લાખ લિટર ક્ષમતાની અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી બનાવવામાં આવશે. અત્યારે જુદી-જુદી 12 પાણીની ટાંકીઓના સ્લેબન રિપેરિંગની કામગીરી કરવી પડે તેમ છે. તમામને પાણીનો સપ્લાય એક સાથે બંધ કરી શકાશે નહી. તેથી નવી પાણીની ટાંકી બનાવ્યા પછી એક બાદ એક તમામ ટાંકીનો સપ્લાય બંધ કરવામાં આવશે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ