Gujrat/ મ્યાનમારના કેન્દ્રીય ઉદ્યોગ મંત્રીએ લીધી ગુજરાતની મુલાકાત, રોકાણ માટે આપ્યું આમંત્રણ

મ્યાનમારના કેન્દ્રીય ઉદ્યોગમંત્રીએ હાલમાં ગુજરાતની મુલાકાત લીધી. GCCI સાથે કરેલ બેઠકમાં ગુજરાત અને મ્યાનમારના વેપાર અને ઉદ્યોગ સંબંધો સુદઢ બનવવા રોકાણ માટે આમંત્રણ આપ્યું.

Top Stories Gujarat World
Mantay 87 મ્યાનમારના કેન્દ્રીય ઉદ્યોગ મંત્રીએ લીધી ગુજરાતની મુલાકાત, રોકાણ માટે આપ્યું આમંત્રણ

ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ કરી રહ્યું છે. મ્યાનમારના કેન્દ્રીય ઉદ્યોગમંત્રીએ હાલમાં ગુજરાતની મુલાકાત લીધી. મ્યાનમારના કેન્દ્રીય ઉધ્યોગ મંત્રી ડૉ. ચાર્લી થાન સાથે એક બિઝનેસ ડેલિગેશને શુક્રવારે ગુજરાતના ઉદ્યોગોને રોકાણ માટે આમંત્રણ આપ્યું. ડૉ. ચાર્લી થાનની સાથે આવેલ બિઝનેસ ડેલિગેશને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI)ની મુલાકાત લીધી હતી. દરમ્યાન મ્યાનમારની વધતી અર્થવ્યવસ્થા અને વ્યાપક દરિયાકાંઠા સહિત વિવિધ પરિબળોને પ્રકાશિત કર્યા. GCCIની મુલાકાત દરમ્યાન કેન્દ્રીય ઉદ્યોગમંત્રી ડો.ચાર્લી થાને ટેક્સટાઈલ અને ફાર્માસ્યુટિકલ્સ સાથે સંકળાયેલા ઉદ્યોગોને મ્યાનમારમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું.

મ્યાનમારના કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી ડૉ. ચાર્લી થાન સાથે થયેલ મુલાકાતને જીસીસીઆઈના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટે સકારાત્મક ગણાવી. GCCIના વાઈસ પ્રેસિડેન્ટ સંદીપ એન્જિનિયરે જણાવ્યું કે આ બેઠક બાદ ગુજરાત અને મ્યાનમારના વેપાર અને ઉદ્યોગ સંબંધો સુદઢ બનશે. આ બેઠકના ભવિષ્યમાં સારા અને નક્કર પગલાંમાં પરિણમશે. નોંધનીય છે કે મ્યાનમારમાં અત્યારે આતંરિક સ્તરે અરાજકતાની સ્થિતિ છે. જો કે આર્થિક સ્તરે વિકાસ કરવા સત્તાધારી પક્ષ નક્કર પગલા લઈ રહ્યો છે. જે અંતર્ગત મ્યાનમાર માનવ સંસાધન વિકાસ અને ટેક્નોલોજી ટ્રાન્સફરની સુવિધા આપે તેવા રોકાણો ઇચ્છે છે. આ પરિવર્તનકારી વિકાસમાં સહયોગી થવા માટે વૈશ્વિક ભાગીદારોને આમંત્રણ આપ્યું છે.

20231223 121433 1 મ્યાનમારના કેન્દ્રીય ઉદ્યોગ મંત્રીએ લીધી ગુજરાતની મુલાકાત, રોકાણ માટે આપ્યું આમંત્રણ

ગત મહિને દૂતાવાસ પરિસરમાં ભારત-મ્યાનમાર રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ભારત અને મ્યાનમાર વચ્ચેના સંબંધો વિકસાવવા રોકાણ વધારવાને લઈને ચર્ચા કરવામાં આવી હતી. હાલમાં ભારત મ્યાનમારના રોકાણ કરનાર 11માં સૌથી મોટા યોગદાનકર્તા તરીકે સ્થાન ધરાવે છે. જે કુલ વિદેશ રોકાણોના 0.84 ટકા હિસ્સો ધરાવે છે.

મ્યાનમારમાં કાપડ, ખાણકામ, તેલ અને ગેસ, ઉર્જા, આરોગ્યસંભાળ, માહિતી ટેકનોલોજી અને કૃષિ રસાયણ જેવા ક્ષેત્રમાં રોકાણની તકો રહેલી છે. હાલમાં ભારત અને મ્યાનમાર વચ્ચે વેપાર સંબંધો બ્લેક મેટપે, ટૂર હોલ, સોપારી, હાર્ડવુડ અને પ્લાયવુડ, મેટલ અને ઓર, નેચરલ રબર, માછલી, રેડ કીડની બીન, ગાર્મેન્ટ અને વિવિધ ખનિજો જેવા ઉત્પાદનો દ્વારા આધારીત છે. આ જ ક્રમમાં કેન્દ્રીય મંત્રીએ ગુજરાતની મુલાકાત લેતા મ્યાનમારમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું.

ભારતની મ્યાનમાર બાજુની સરહદ પર બળવાખોરોનો આતંક વધ્યો છે. મ્યાનમારના બળવાખોર જૂથે ભારત-બાંગ્લાદેશની સરહદે આવેલા શહેર પર નિયંત્રણનો દાવો કર્યો છે. મ્યાનમારમાં હાલ સ્થિતિ અસ્થિર છે કારણ કે બળવાખોર જૂથો સરકારને પડકારવાનું ચાલુ રાખે છે. મ્યાનમારમાં એકબાજુ ઘણા સમયથી આંતરિક વિગ્રહ ચાલી રહ્યો છે તો બીજી બાજુ મ્યાનમાર વિકાસ માટે વૈશ્વિક રોકાણકારોને આમંત્રણ આપી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ayodhya ram mandir/મન મોહી લે તેવો ચહેરો, કપાળ પર તિલક…રામલલાના ચહેરાની પ્રથમ તસવીર જાહેર; ઘરે બેસીને કરો દર્શ

આ પણ વાંચો: