અકસ્માત/ વાપીમાં મોહન ગામ ફાટક પાસે ટ્રકે રિક્ષાને ટક્કર મારતાં બે લોકોના મોત,4 ઇજાગ્રસ્ત

વાપીના મોહન ગામ ફાટક પાસે હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા બે લોકોના મોત નિપજ્યા છે અને 4 લોકોની હાલત ગંભીર છે. 

Top Stories Gujarat
4 12 વાપીમાં મોહન ગામ ફાટક પાસે ટ્રકે રિક્ષાને ટક્કર મારતાં બે લોકોના મોત,4 ઇજાગ્રસ્ત

વાપી મોહન ગામ ફાટક પાસે હાઇવે પર અકસ્માત
બેફામ દોડતી ટ્રકે સર્જ્યો અકસ્માત
અકસ્માતમાં 2 ના મોત, 4 ઈજાગ્રસ્ત
ટ્રક ચાલકે કાર, રીક્ષા અને રાહદારીઓને લીધા અડફેટે
ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યા
પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

રાજ્યમાં અકસ્માતના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે, વાહન ચાલકો ગફલતભરી રીતે અને બેફિકરાઇ રીતે ચલાવીને ટ્રાફિક નિયમોને નેવે મૂકે છે જેના લીધે અકસ્માતો સર્જાય છે. વાપીના મોહન ગામ ફાટક પાસે હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા બે લોકોના મોત નિપજ્યા છે અને 4 લોકોની હાલત ગંભીર છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વાપી હાઇવે પર આવેલા માેહન ગામ ફાટક પાસે એક ટ્રક ચાલકે ટ્રક બેફામ અને ઓવરસ્પીડથી ચલાવીને રીક્ષા,કાર અને રાહદારીને અડફેટમાં લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ,આજુબાજુના લોકો સત્વરે મદદે આવી પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી ,પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા,પોલીસે અક્સમાતનો ગુનો નોંધીને સઘન તપાસ હાથ ધરી છે.