ગમખ્વાર અકસ્માત/ મુઝફ્ફરનગરમાં બે સ્કૂલ બસો ટક્કરઈ, 2 બાળકો સહિત 3નાં મોત

અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ ચાર વિદ્યાર્થીઓને મેરઠની મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા છે. આ ચારેય વિદ્યાર્થીઓની સારવાર જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે.

India
બસો ટક્કરઈ

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે. ગુરુવારે અહીં બે સ્કૂલ બસો ટક્કરઈ જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. મૃતકોમાં બે બાળકો અને સ્કૂલ બસના ડ્રાઈવરનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ, આ માર્ગ અકસ્માત શાહપુર-મુઝફ્ફરનગર રોડ પર વહેલી સવારે થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે ધુમ્મસના કારણે વિઝિબિલિટી નબળી હતી અને તેના કારણે આ દુર્ઘટના બની હતી. રવીન્દ્રનાથ ટાગોર સ્કૂલ અને જીડી ગોએન્કા સ્કૂલની બસ વચ્ચે સામસામે ટક્કર થઈ હતી.

આ પણ વાંચો : હિજાબ મહિલાઓને સેક્સ ઓબ્જેક્ટ બનાવે છે, 21મી સદીમાં 7મી સદીનો કાયદો કેમઃ તસ્લીમા નસરીન

અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ ચાર વિદ્યાર્થીઓને મેરઠની મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા છે. આ ચારેય વિદ્યાર્થીઓની સારવાર જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે. સાથે જ નાની-મોટી ઈજાઓ સાથે એક વિદ્યાર્થીને પ્રાથમિક સારવાર બાદ તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો. અકસ્માત બાદ બસમાં સવાર શાળાના બાળકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. માહિતી મળતા આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેઓએ બાળકોને બસમાંથી બહાર કાઢ્યા. આ પછી પોલીસને અકસ્માતની જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલ વિદ્યાર્થીઓને હોસ્પિટલ લઈ ગઈ હતી.

આ પણ વાંચો :કોરોનાનું નવું સ્વરૂપ, ઓમિક્રોન અને ડેલ્ટામાંથી બનાવવામાં આવ્યું છે, જાણો શું છે તેના લક્ષણો

આ પણ વાંચો :PM મોદીને મુસ્લિમ મહિલાઓના આશીર્વાદ તો BJP હિજાબ પહેરવાનો અધિકાર કેમ છીનવી રહી છે?

આ પણ વાંચો : ચૂંટણી પ્રચાર પૂરજોશમાં, ફિરોઝાબાદમાં આજે અમિત શાહ અને અખિલેશની રેલી

આ પણ વાંચો : 15 હજાર ફૂટની ઉંચાઈ પર માઇન્સ તાપમાનમાં ITBPના જવાનો કેવી રીતે સુરક્ષા કરી રહ્યા છે,જુઓ વીડિયો