જમ્મુ કાશ્મીર/ શોપિયાંમાં બે આતંકવાદી ઠાર, સ્થળ પરથી મળ્યા હથિયારો, સર્ચ ઓપરેશન ચાલુ

ચૌગામમાં શનિવારે સવારે થયેલા અથડામણમાં લશ્કરના બે આતંકવાદી માર્યા ગયા હતા. આતંકવાદીઓની ઓળખ બ્રેરીપોરાના સજ્જાદ અહમદ ચેક અને પુલવામાના રાજા બાસિત નઝીર…

Top Stories India
આતંકવાદી

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે શરૂ થયેલ અથડામણમાં બે   આતંકવાદીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળોને સ્થળ પરથી હથિયારો મળી આવ્યા છે. પોલીસ અધિકારીએ કહ્યું કે બંને આતંકી સંગઠન જૈશ સાથે જોડાયેલા છે. સૂત્રોએ જણાવ્યું કે ચૌગામમાં શનિવારે સવારે થયેલા અથડામણમાં લશ્કરના બે આતંકવાદી માર્યા ગયા હતા. આતંકવાદીઓની ઓળખ બ્રેરીપોરાના સજ્જાદ અહમદ ચેક અને પુલવામાના રાજા બાસિત નઝીર તરીકે કરવામાં આવી છે.

આ પણ વાંચો :ઉત્તરાખંડમાં ભાજપને ઝટકો, હરક સિંહ રાવત અને ઉમેશ શર્માએ આપ્યું રાજીનામું

અધિકારીઓ દ્વારા હજુ સુધી નામોની પુષ્ટિ કરવામાં આવી નથી. આ પહેલા પોલીસ અને સેનાની સંયુક્ત ટીમે વહેલી સવારે વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસની સંયુક્ત ટીમ તરત જ શંકાસ્પદ સ્થળ તરફ ગઈ હતી. છુપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાબમાં સુરક્ષા દળોએ બંનેને ઠાર કર્યા હતા.

આ પહેલા શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં હિઝબુલ મુજાહિદ્દીનનો એક આતંકવાદી માર્યો ગયો હતો.પોલીસે જણાવ્યું હતું કે તે એક પોલીસ ઈન્સ્પેક્ટર અને બીજેપી કાર્યકરો અને અન્ય લોકોની હત્યામાં સામેલ હતો.

આ પણ વાંચો : નાનો માનવી સરળતાથી પોતાનું જીવન જીવી શકે તેનું નામ સુશાસન

પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે જિલ્લાના અરવાણી વિસ્તારના મુમનહાલ ગામમાં આતંકવાદીઓની હાજરીની બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

આ પણ વાંચો :જેસલમેરમાં ભારત-પાક બોર્ડર પાસે એરફોર્સનું MiG21 પ્લેન ક્રેશ,વિંગ કમાન્ડર હર્ષિત સિન્હાનું મોત

અગાઉ, દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. તેમની પાસેથી બે પિસ્તોલ, બે મેગેઝીન, સાત પિસ્તોલ રાઉન્ડ, એક ગ્રેનેડ અને અન્ય ગુનાહિત સામગ્રી મળી આવી હતી.

બુધવારે મોડી રાત્રે કુલગામ જિલ્લાના રેડવની ગામમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી. તેના આધારે તરત જ કાર્યવાહી કરતા, એસઓજીએ સેનાની એક રાષ્ટ્રીય રાઇફલ્સ અને 188 બટાલિયન સીઆરપીએફના જવાનો સાથે મળીને વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

આ પણ વાંચો :મદ્રાસ હાઇકોર્ટે કહ્યું જો IAS કોર્ટના આદેશનું પાલન નહી કરે તો…

આ પણ વાંચો :અખિલેશ યાદવે કહ્યું- ભાજપને ચૂંટણીમાં હારનો ડર છે, ઐશ્વર્યાને બદનામ કરવાનો પ્રયાસ