એન્કાઉન્ટર/ બિહારના મજૂરોની હત્યા કરનારા બે આતંકવાદીઓ ઠાર

સેનાએ લશ્કર-એ-તૈયબાના વધુ બે આતંકવાદીઓને ઠાર કર્યા . લશ્કરના આ આતંકવાદીઓએ 17 ઓક્ટોબરે વાણપોહમાં બે બિહારી મજૂરોની ગોળી મારી હત્યા કરી હતી

Top Stories India
bihari બિહારના મજૂરોની હત્યા કરનારા બે આતંકવાદીઓ ઠાર

જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાએ લશ્કર-એ-તૈયબાના વધુ બે આતંકવાદીઓને ઠાર કર્યા . લશ્કરના આ આતંકવાદીઓએ 17 ઓક્ટોબરે વાણપોહમાં બે બિહારી મજૂરોની ગોળી મારી હત્યા કરી હતી. જ્યારે ત્રીજો મજૂર ઘાયલ થયો હતો. કાશ્મીરના આઈજીપીએ જણાવ્યું હતુ  કે  જે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્તેયા છે તેમાંથી એક લશ્કર કમાન્ડર ગુલઝાર અહેમદ રેશી છે.

પોલીસે જણાવ્યું હતું કે નક્કર માહિતીના આધારે આતંકવાદીઓની હાજરી અંગે માહિતી મળી હતી. આ પછી પોલીસ અને સેનાએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન આતંકીઓએ ગોળીબાર કર્યો અને એન્કાઉન્ટર શરૂ થયું.

ઉલ્લેખનીય છે કે, અગાઉ શોપિયાંમાં પણ સુરક્ષા દળોએ લશ્કરના બે આતંકીઓને ઠાર કર્યા હતા, જેમણે શનિવારે યુપીના સુથારને મારી નાખ્યો હતો. 2000 થી ઘાટીમાં સક્રિય આતંકવાદી આદિલ અહમદ વાનીની હત્યા મોટી સફળતા છે. આઈજી (કાશ્મીર) વિજય કુમારે કહ્યું કે બે અઠવાડિયામાં 15 આતંકવાદીઓ માર્યા ગયા છે.