Accident/ મહેસાણા-હિંમતનગર હાઇવે પર બે ટ્રક અથડાતા લાગી આગ, માંડ માંડ બચ્યા ડ્રાઈવર

વિસનગરના ઉદલપુર નજીક અકસ્માત સર્જાયો હતો…..

Top Stories Gujarat Breaking News
Image 2024 05 30T120116.918 મહેસાણા-હિંમતનગર હાઇવે પર બે ટ્રક અથડાતા લાગી આગ, માંડ માંડ બચ્યા ડ્રાઈવર

Mehsana News: મહેસાણા-હિંમતનગર હાઈવે પર બે ટ્રક વચ્ચે ટક્કર થતાં ત્રણ વાહનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગતા ડ્રાઈવર દાઝી ગયો હતો. ફાયરવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવાના પ્રયાસો કર્યા હતા. આગ કાબૂમાં આવતાં સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.

વિસનગરના ઉદલપુર નજીક અકસ્માત સર્જાયો હતો. મહેસાણા-હિંમતનગર હાઈવે પર પર બે ટ્રક અને પિકઅપ વાન અથડાતા આગ ફાટી નીકળી હતી. આગ ઝડપથી પ્રસરાઈઝ જતાં ડ્રાઈવર પણ દાઝી ગયો હતો. ટ્રકચાલકે અન્ય ટ્રકને ટક્કર મારતા દુર્ઘટના થવા પામી હતી. ત્રણ વાહનોને આગ લાગતા બળીને ખાખ થઈ ગયા હતા. જોકે, કોઈ જાનહાનિ થઈ નહોતી. મહેસાણા નગરપાલિકા ફાયર બિગ્રેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી.




whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આગ, કોઈ જાનહાનિ નહીં

આ પણ વાંચો: પાલનપુરમાં કારમાં પુરાઈ જતાં 5 વર્ષના બાળકનું થયું મોત

આ પણ વાંચો: ભરૂચમાં કામદારો માટેની ESIC હોસ્પિટલ બંધ કરવામાં આવી, શું છે મામલો?

આ પણ વાંચો: રાજ્યમાં આગામી 3 દિવસ વંટોળની શક્યતા, ગરમીથી થશે રાહત!