Maharastra/ મહારાષ્ટ્ર સરકાર અને રાજ્યપાલ વચ્ચે તણાવ: કોશ્યારીને સરકારી વિમાનમાં બેઠા પછી ઉતારી દેવામાં આવ્યા…

મહારાષ્ટ્ર સરકાર અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી વચ્ચેનો વિવાદ ફરી એકવાર વધ્યો છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને હવાઈ મુસાફરીની મંજૂરી આપવાની સરકારે ના પાડી.

India
raman patel 23 મહારાષ્ટ્ર સરકાર અને રાજ્યપાલ વચ્ચે તણાવ: કોશ્યારીને સરકારી વિમાનમાં બેઠા પછી ઉતારી દેવામાં આવ્યા...

મહારાષ્ટ્ર સરકાર અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી વચ્ચેનો વિવાદ ફરી એકવાર વધ્યો છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને હવાઈ મુસાફરીની મંજૂરી આપવાની સરકારે ના પાડી. રાજ્યપાલ જ્યારે ગુરુવારે ઉત્તરાખંડ જવા માટે મુંબઇ વિમાનમથક પહોંચ્યા ત્યારે પાયલોટે ઉડાન ભરવાથી ના પાડી દીધી હતી. આ અંગે ભાજપના નેતા સુધીર મુનગંટીવારે કહ્યું કે રાજ્યપાલને વિમાન માંથી ઉતારી દેવામાં આવ્યા હતા.. લોકો આ સરકારને સત્તામાંથી બહાર હાંકી કાઢશે.  એટલું જ નહીં, ભાજપ નેતાએ કહ્યું કે સરકારે રાજ્યપાલની માફી માંગવી જોઈએ.

ભાજપ નેતાએ કહ્યું કે જો સરકાર રાજ્યપાલના વિમાનને મંજૂરી નથી આપતી તો તે માનહાની સમાન છે. લોકશાહી માટે આ સારું નથી. જો સરકાર દ્વારા આવું કરવામાં આવ્યું હોય તો  તેઓએ માફી માંગવી જોઈએ. ખરેખર, રાજ્યપાલ રાજ્ય સરકારના વિમાન દ્વારા ગુરુવારે દહેરાદૂન જવાના હતા. જ્યારે તેઓ મુંબઇ એરપોર્ટ પહોંચ્યા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તેમને આ વિમાનમાં સફ્ર્ક્રવાની મંજુરી નથી. હવે તેણે દેહરાદૂન માટે કમર્શિયલ ફ્લાઇટ બુક કરાવી છે.

રાજ્યપાલ કોશ્યારી ઉત્તરાખંડ જઈ રહ્યા હતા

રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી ઉત્તરાખંડની મુલાકાતે જઈ રહ્યા હતા. તે સમયે તે સરકારી વિમાનમાં હતા.  જોકે, જાણવા મળ્યું છે કે ઠાકરે સરકારે રાજ્યપાલની યાત્રાને મંજુરી આપી ન હતી. મુખ્યમંત્રી કાર્યાલયે રાજ્યપાલની હવાઈ મુસાફરીની મંજૂરી આપી ન હતી. આશ્ચર્યજનક વાત એ છે કે, રાજ્યપાલ કોશ્યારીને વિમાનમાં સવાર થયા પછી ખબર પડી કે તેમને આ વિમાનમાં યાત્રા કરવાની મંજુરી નથી.

ઠાકરે સરકારે રિવાજો અને પરંપરાઓ પર પ્રહાર કર્યા: પ્રવીણ દારેકર

ભાજપ નેતા પ્રવીણ દારેકરે કહ્યું, ‘આ બદલો લેવાની ભાવના થી કરવામાં આવ્યું છે.  મેં આવી વેરભાવવાળી સરકાર કદી જોઇ નથી. રાજ્યપાલ એક બંધારણીય પદ છે, તેમનું ગૌરવ જાળવવું જ જોઇએ. ઠાકરે સરકારે રિવાજો અને પરંપરાઓ પર પ્રહાર કર્યા છે. ‘

Campaign / 6 મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવારો સંકલ્પ લઇ કરશે પ્રચારના શ્રી ગણેશ

Election / ભાજપ દ્વારા પાટણ જીલ્લાની જીલ્લા પંચાયત, નપા, અને તા.પંચાયતના ઉમેદવારોની યાદી કરાઈ જાહેર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ