Not Set/ ઉદ્ધવ ઠાકરેએ એનસીપી સાથેની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ભાજપ ગૃહમાં બહુમતી સાબિત કરી નહીં શકશે

શનિવારે મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને CM પદના શપથ અપાવ્યા. શરદ પવારના ભત્રીજા અજીત પવારે દેવેન્દ્ર ફડણવીસની સાથે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે. આ અંગે એનસીપીના પ્રમુખ શરદ પવાર અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભાજપ પર નિશાન સાધ્યું હતું. બંને […]

Top Stories India
uddhav ઉદ્ધવ ઠાકરેએ એનસીપી સાથેની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ભાજપ ગૃહમાં બહુમતી સાબિત કરી નહીં શકશે

શનિવારે મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને CM પદના શપથ અપાવ્યા. શરદ પવારના ભત્રીજા અજીત પવારે દેવેન્દ્ર ફડણવીસની સાથે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે. આ અંગે એનસીપીના પ્રમુખ શરદ પવાર અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભાજપ પર નિશાન સાધ્યું હતું. બંને નેતાઓએ કહ્યું કે બહુમતી અમારી સાથે છે અને ભાજપ વિધાનસભા ફ્લોર પર બહુમત સાબિત કરી શકશે નહીં.

મહારાષ્ટ્રમાં શરદ પવારની આગેવાની હેઠળની એનસીપીનાં નેતા અજીત પવાર અને તેના સમર્થક વિધાયકોનાં સમર્થનથી ફરી એકવાર ભાજપના દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી પદેથી પાછા ફરતાં મહિનાભરની રાજકીય મડાગાંઠનો અંત આવ્યો છે. આ દરમિયાન એનસીપીના નેતા નવાબ મલિકે ખુલાસો કર્યો છે કે ધારાસભ્યોની સહીનો દુરુપયોગ કરીને સરકારની રચના કરવામાં આવી છે. હકીકતે અમારા તમામ વિધાયકો અમારી સાથે જ છે.  જો કે આજે બપોરે 04.30 કલાકે

આપને એપણ જણાવી દઇએ કે, આ સંયુક્ત પરિષદ સમયે કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ સંબોધન સ્થળ પર હાજર હતા(એકતા પુરવાર કરવા), પરંતુ કોન્ફરન્સ મંચ પર શિવસેના અને એનસીપી દ્વારા જ પ્રેસ સંબોધન આપવામા આવ્યું હતું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.