ULTIMATUM/ ગુજરાતમાં આરોગ્ય કર્મીઓનું અલ્ટીમેટમ,માગણીઓ સ્વીકારવમાં નહીં આવે તો આવતીકાલથી આંદોલનની ચીમકી

આજે આરોગ્ય વિભાગના કર્મચારીઓએ રાજ્ય સરકારને છેલ્લું અલ્ટીમેટલ આપ્યું છે.  જો તેમની માંગણીઓ નહીં સ્વીકરવામાં આવે તો આવતીકાલથી રોડ પર આંદોલન પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે

Top Stories Gujarat
10 22 ગુજરાતમાં આરોગ્ય કર્મીઓનું અલ્ટીમેટમ,માગણીઓ સ્વીકારવમાં નહીં આવે તો આવતીકાલથી આંદોલનની ચીમકી
  • ગુજરાતમાં આરોગ્ય કર્મીઓનું અલ્ટીમેટમ
  • આજે જિલ્લાસ્તરે કર્મીઓ પોલીસવડાને મળશે
  • બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસકોડમાં શિસ્તબદ્ધ રજૂઆત થશે
  • કાલથી ઉતરશે આંદોલન પર
  • આરોગ્યકર્મચારીઓની માગનું પરિણામ શૂન્ય
  • ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહામંડળનું અલ્ટીમેટમ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્યના સરકારી કર્મચારીઓ ભાજપ સરકરા સામે બાંયો ચઢાવી દીધી છે. અનેક સંગઠનો હાલ મેદાનમાં જોવા મળી રહ્યા છે. આજે આરોગ્ય વિભાગના કર્મચારીઓએ રાજ્ય સરકારને છેલ્લું અલ્ટીમેટલ આપ્યું છે.  જો તેમની માંગણીઓ નહીં સ્વીકરવામાં આવે તો આવતીકાલથી રોડ પર આંદોલન પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. આ અલ્ટીમટમ ગુજરાત રાજ્ય આરોગ્ય મહામંડળે આપ્યું છે. જિલ્લા સ્તરના આરોગ્ય કર્મચારીઓ પોલીસવડાને મળશે .તેમની રજૂઆત તે બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસકોડમાં રહીને કરશે.

હાલ રાજ્યમાં વિવિધ સંગઠનો પોતાની પડતર માગણીઓને લઇને સરકાર સામે ધરણા અને પ્રદર્શન કરી રહ્યા છે.નોંધનીય છે કે ગઇકાલે એકસ આર્મીમેન પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને જેમાં એક માજી સૈનિકનું મોત નિપજતા ભારે હોબાળો જોવા મળ્યો હતો.