સીલ/ ઉનાની શાહ એચ ડી હાઇસ્કુલ તથા એક હોસ્પીટલને ફાયર સેફ્ટી વિભાગે સીલ કરી

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધો.૯ થી ૧૨ ના છાત્રોની એકમ કસોટી લેવા આદેશ કરેલ હોય અને બીજા તરફ શાળા ઓને સીલ કરવામાં આવે છે.

Gujarat
chool ઉનાની શાહ એચ ડી હાઇસ્કુલ તથા એક હોસ્પીટલને ફાયર સેફ્ટી વિભાગે સીલ કરી

અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક પગલા સંબધિત નિરીક્ષણ દરમિયાન ધ્યાને આવેલી અપર્પાપ્તતા અથવન ઉલંધન બાબતની મકાન શાળા, તેમજ હોસ્પીટલમાં અગ્નિ ફાયર સાધનો રાખવા અને તેની એન ઓ સી મેળવવા અંગેની નોટીસ ગત તા.૧૧ સપ્ટે.થી કાઢવામાં આવેલ અને તેમાં મુદત પૂર્ણ થાય કે રજુઆતની તકે અપાય તે પહેલા નળ કનેક્શન કાપવા, વિજ કનેક્શન કાપવા અને ઇમારતો ને સીલ કરવાની કડક કાર્યવાહી હાથ ધરાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ઉના શહેરનાના દેલવાડા રોડ પર આવેલ નામાંકિત સરકાર માન્ય ગ્રાન્ટેડ માધ્યમિક શાળા શાહ એચ ડી હાઇસ્કુલમાં ગત સાંજે અચાનક ભાવનગર ફાયર વિભાગ દોડી આવેલ અને કઇ પણ જાણ કર્યા વગર શાળાના બિલ્ડીંગને સીલ કરી દેવાતા વહેલી સવારે સરકારી શાળાનલ સ્ટાફ અને વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા બહાર બેસવાનો વારો આવેલ હતો. અને માધ્યમિક શાળાનો અભ્યાસ બગડતા તેન કારણે વાલી વર્ગમાં ભારે રોષ ફેલાયેલ છે.

એક તરફ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધો.૯ થી ૧૨ ના છાત્રોની એકમ કસોટી લેવા આદેશ કરેલ હોય અને બીજા તરફ શાળા ઓને સીલ કરાતા ગ્રાન્ટેડ શાળા સંચાલકો પણ ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. શાળા ઓને ફાયર એન ઓ સી બાબતે કોઇપણ યોગ્ય જાણકારી અપાયેલ નહીં તેમજ અગ્નિ ફાયર વિભાગ દ્રારા માન્ય એપ્રુલ એજન્સી પણ નક્કી કરાયેલ નહીં હોવાથી હાલમાં ઘણી ફાયર સાધનો વેચાણ કરતી કંપનીઓ નિકળી પડેલ હોય અને પોતાની મનમાની રીતે ભાવો નક્કી કરી અને ફાયર વિભાગ દ્વારા નક્કી કરાયેલ સીસ્ટમ ફીટ કરવા ઉચ્ચા ભાવો અપાતા પણ શાળાઓ તાઉતે વાવાઝોડાના કારણે નુકસાન થયેલ છે.

આ ઉપરાંત કોવીડના કારણે લાંબા સમયથી શાળા બંધ રહેવાના કારણે આર્થિક સંક્રમણ અનુભવતી હોય અને તેમાં પણ ફાયર સીસ્ટમ માટે થતા દબાણથી શાળા સંચાલકો પણ આવી અચાનક કડક પગલા સામે લાચાર બની રહ્યા છે. તો બીજી તરફ સરકારી ઇમારતો તેમજ અન્ય સરકારી શાળાઓ અને કોમર્સીયલ બિલ્ડીંગોમાં કોઇ પગલા ભરાતા ન હોવાથી ફાયર વિભાગની એકને ગોળ બીજાને ખોળની નિતી સામે રોષ ફેલાયેલ છે.

માત્ર શાળાઓને જ ટારગેટ કરાતા આવનારા દિવસોમાં છાત્રોનું ભાવી બગડે તે પહેલા ફાયર વિભાગ દ્વારા ચોક્કસ નિતી કરવા અને શાળાઓને સીલ કરતા પહેલા ફાયર સાધનો ફીટ કરવા સમય આપવા પણ માંગ ઉઠી રહી છે.
ઉના શહેરમાં ફાયર વિભાગ દ્વારા એક નામાંકીત તબીબની માનવ સર્જીકલ હોસ્પીટલ તેમજ સરકારી ગ્રાન્ટેડ શાળાને સીલ કરાતા તંત્રના આકરા પગલા સામે ફફડાટ વ્યાપી ગયો છે.

૭૦૦ જેટલા વિદ્યાર્થીઓનો અભ્યાસ હાલ પુરતો બંધ.

આ બાબતે શાળાના આચાર્ય કે જે ગોસ્વામીનો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે ફાયર સેફ્ટી વિભાગ દ્વારા શાળાને સીલ મારવામાં આવેલ છે. કેળવણી મંડળ સંચાલીત શાળા હોય તેથી પ્રમુખને જાણ કરવામાં આવેલ છે. અને ડીઓ સાથે વાત કરી છે અને સોમવારે ડીઓને મળવા ગયા પછી તે શુ કહે છે. પછી આગળ જોઇશુ હાલ શાળાના ૭૦૦ વિદ્યાર્થી ઓનો અભ્યાસ બંધ થઇ ગયેલ છે.

ઉનામાં મામત્ર બે સ્કુલ અને બે હોસ્પીટલમાંજ ફાયર સેફ્ટીની સુવિધા છે

ઉના શહેરમાં ૨૦ થી વધુ હોસ્પીટલ અને ૧૫ જેટલી ખાનગી શાળાઓ હોય પરંતુ ફાયર સેફ્ટીની સુવિધા ઉનામાં માત્ર બે સ્કુલ અને બે હોસ્પીટલમાં હોય અન્ય કોઇ સ્કુલ કે હોસ્પીટલમાં ફાયર સેફ્ટીની સુવિધા જોવા મળતી નથી. તે સીવાય સરકારી કચેરીમાં પણ ફાયર સેફ્ટી સુવિધા નથી.. રીપોર્ટર.કાતિક વાજા ઊના