સુરેન્દ્રનગર/ વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત સી.આર.પાટીલે વિવિધ સમાજના આગેવાનો સાથે કર્યો સંવાદ

સુરેન્દ્રનગર ખાતે આજે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં વિવિધ સમાજના આગેવાનો, સહકારી અને ખેડુત આગેવાનો સમાજના આગેવાનો સાથે સીધો સંવાદ કર્યો હતો

Gujarat
13 12 વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત સી.આર.પાટીલે વિવિધ સમાજના આગેવાનો સાથે કર્યો સંવાદ

સુરેન્દ્રનગર ખાતે આજે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં વિવિધ સમાજના આગેવાનો, સહકારી અને ખેડુત આગેવાનો સમાજના આગેવાનો સાથે સીધો સંવાદ કર્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં અગાઉ વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત અમુક કાર્યક્રમ જે મોકુફ રહ્યાં હતા તેનું આજે આયોજન કરવામાં આવ્યું હતુ . જેમાં સુરેન્દ્રનગર આનંદ ભુવન ખાતે વિવિધ સંગઠનો અને સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સંવાદ કર્યો હતો.

13 13 વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત સી.આર.પાટીલે વિવિધ સમાજના આગેવાનો સાથે કર્યો સંવાદ

જેમાં માલધારી સમાજ, દરજી સમાજ, સાધુ સમાજ, ગુરૂબ્રાહ્મણ સમાજ સહીતમા સમાજના આગેવાનો દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ માટે જમીન ફાળવવામાં આવે તેવી રજૂઆત કરી હતી. આ ઉપરાંત જમીનોના હકને લગતા પ્રશ્નો તેમજ ધ્રાંગધ્રા અને મુળી તાલુકાનાં નર્મદાનું પાણી આપવા અનર ખેડૂતોને પુરતા ભાવ મળે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી.

અનર વિચરતી વિમુક્ત જાતીના લોકોને ફાળવવામાં આવેલા પ્લોટની ઝડપથી સનદ અને કબજો આપવા પણ રજૂઆત કરાઇ હતી. આ તમામ રજૂઆતો સરકાર દ્વારા ઝડપથી ઉકેલવામાં આવશે તેવી ખાતરી સી.આર.પાટીલે આપી હતી. તેમજ ઉપસ્થિત લોકોને સંબોધન કરતા જણાવ્યું હતુ કે ભાજપ એક જ એવી પાર્ટી છે જે દરેક લોકોની દરેક સમાજની ચિંતા કરે છે જ્યારે કોંગ્રેસ સહીતની અન્ય પાર્ટી પહેલા પોતાના પરિવારની ચિંતા કરતી હોવાનુ જણાવ્યું હતુ.

13 14 વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત સી.આર.પાટીલે વિવિધ સમાજના આગેવાનો સાથે કર્યો સંવાદ

આ ઉપરાંત પાટીલે અન્ય પાર્ટીના નામ લીધા તેમાં આમ આદમી પાર્ટીનો ઉલ્લેખ ન કર્યો હતો. કોંગ્રેસના જગદીશ ઠાકોર દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતુ કર દેશની તીજોરી પર સૌથી પહેલો હક લઘુમતી સમાજનો છે તેના જવાબમાં સી.આર.પાટીલે જણાવ્યું હતુ કે કોંગ્રેસના જગદીશ ઠાકોરને આગામી વિધાનસભાની ચુંટણીમાં દિવાલ પર હાર વંચાઇ ગઇ છે એટલે લઘુમતીના નામે શહિદી વહોરી રહ્યા છે. ભાજપ સૌનો સાથ સૌનો વિકાસ એ સુત્ર અંતર્ગત સૌ સમાજને સરખુ પ્રાધાન્ય આપી સૌ સમાજને સાથે રાખી ચાલે છે.