Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Business News/ 10 અંક વાળા PAN નંબરનો અર્થ તમને ખબર છે ખરો? જાણો કે ચોથા લેટર નો મતલબ શું છે?

PAN Card Number (પાન નંબર) નાણાકીય લેવડ-દેવડ અને કર પ્રણાલીમાં પારદર્શિતા જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે…ભારતમાં પાન કાર્ડ ઓળખનો…

February 23, 2026Sangita Purohit Jani
Trending Business
PAN Card Number , ઇન્કમટેક્સ, ભારત, ઓળખ, Document

Business News: ભારતમાં કોઇ પણ પ્રકારની નાણાકીય લેવડ-દેવડ માટે પાન કાર્ડ (PAN Card) એક અનિવાર્ય દસ્તાવેજ (Document) બની ચૂક્યો છે. પાન કાર્ડ એક વ્યક્તિગત ઓળખ બની ચૂક્યું છે જેને ભારત સરકારનો આયકર વિભાગ (Income Tax Department, Indian Government) જારી કરે છે. આ 10 અંકોનો પાન કાર્ડ નંબર (PAN Card Number) આલ્ફાન્યૂમેરિક (Alphanumeric, અક્ષર અને અંક મિશ્રિત) કોડ હોય છે જે વ્યક્તિ અથવા તો સંસ્થાની ટેક્સ સંબંધિત જાણકારીને ટ્રેક કરવા માટે ઉપયોગી છે.

પાન કાર્ડ નંબર (PAN Card Number) શા માટે જરુરી છે?

ટેક્સ ભરવા માટે, બેંકમાં ખાતું ખોલાવવા માટે, રોકાણ કરવા માટે અથવા તો કોઇ પણ જાતના મોટી નાણાકીય લેવડ-દેવડ માટે પાન કાર્ડની આવશ્યકતા રહે છે. પરંતુ, શું તમે ક્યારેય પણ પાન નંબરને ધ્યાનથી જોયો છે ખરો? એમાં લેટર અને ડિજીટ (Letter & Digit) મિક્સ કરીને લખાયેલા હોય છે. એમાં સમાવિષ્ટ અક્ષરો અને અંકોનો પોતાનો એક અર્થ છે જેને સમજવાનો અહિં પ્રયાસ કરીશું.

PAN Card Number , ઇન્કમટેક્સ, ભારત, ઓળખ, Document

શું છે આ પાન કાર્ડ?

PAN નું પૂરું નામ ‘Permanent Account Number’ અર્થાત્ ‘સ્થાયી ખાતા સંખ્યા’ એવું થાય છે જેને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરવામાં આવે છે. પાન નંબર નાણાકીય લેવડ-દેવડ અને કર પ્રણાલી (Tax System)માં પારદર્શિતા જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારતમાં પાન કાર્ડ ઓળખનો એક મહત્વપૂર્ણ, માન્ય ગણાતો કાયદાકીય વિકલ્પ (Legal Option) છે.

પાન કાર્ડ નંબરનું ફોર્મેટ સમજીએ

પાન નંબર 10 અંકોનો હોય છે જેમાં અક્ષર અને અંક સામેલ છે. એનું સ્વરુપ આ પ્રકારનું છે.

પ્રથમ 3 અક્ષર અંગ્રેજી વર્ણમાળાના રેન્ડમ લેટર હોય છે.

ચોથો અક્ષર કાર્ડધારકની કેટેગરી દર્શાવે છે દાખલા તરીકે, ‘P’ નો મતલબ Individual (Person, વ્યક્તિ) એવો થાય છે.

પાંચમો અક્ષર કાર્ડધારકના ઉપનામ એટલે કે અટક (Surname)ના પ્રથમ અક્ષરને દર્શાવે છે.

ત્યાર બાદ અન્ય 4 અંક હોય છે અને છેલ્લે એક અક્ષર અથવા અંક હોય છે જે આ નંબરને પૂરી રીતે યૂનિક (Unique Number) બનાવે છે.

PAN Card Number , ઇન્કમટેક્સ, ભારત, ઓળખ, Document

કેટલા પ્રકારના પાન કાર્ડ હોય છે? (Types of PAN Card)

પાન કાર્ડ મુખ્યત્વે બે પ્રકારના હોય છે.

1. પર્સનલ પાન કાર્ડ

આ કાર્ડ (Personal PAN Card) વ્યક્તિગત ટેક્સપેયર્સ માટે જરુરી છે. એ આઈટી રિટર્ન ભરવા, વ્યક્તિગત રોકાણ કરવા અને બેન્કિંગ સંબંધી કામકાજમાં મહત્વપૂર્ણ હોય છે.

2. કંપની પાન કાર્ડ

આ કાર્ડ (Company PAN Card) ભારતમાં રજિસ્ટર્ડ કંપનીઓ માટે જરુરી છે. આ કંપનીઓની ટેક્સ ચૂકવણી અને નાણાકીય લેવડ-દેવડ (Financial Transections) માટે અત્યંત આવશ્યક હોય છે.


આ પણ વાંચો:  રેલવે ભાડાથી લઈને પાન કાર્ડ સુધી….1 જુલાઈથી મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે

આ પણ વાંચો: પાન કાર્ડની જેમ હવે ચૂંટણીકાર્ડ પણ આધાર સાથે લિંક થશે, ચૂંટણી પંચ કરી રહ્યું છે તૈયારીઓ

આ પણ વાંચો: સાઇબર ઠગોની નવી ફ્રોડ સ્ટાઇલઃ ‘પાન કાર્ડ 2.0’  ડાઉનલોડ કરો

Post navigation

ગુજરાતમાં ભારતીય રેલવેનો રેકોર્ડ રોકાણથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
આઝાદીનો અમર મંત્ર! વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે વિધાનસભામાં CM એ રજૂ કર્યો સંકલ્પ

More Posts

Not Set/ શહેરમાં રોગચાળો યથાવત્,24 દિવસમાં મલેરિયાના 111 કેસ નોંધાયા

November 27, 2018November 27, 2018Nirmal Acharya
મહિન્દ્રા ગ્રુપ અને ડેમલર ઈન્ડિયા કોન્ડોમ વાહનોના બદલામાં ગ્રાહકોને મોટી ઑફર્સ આપશે

Business/ ભંગાર વાહનોના બદલામાં મહિન્દ્રા ગ્રુપ ગ્રાહકોને આપશે નવા વાહનો ..

February 21, 2022padma prajay

Not Set/ આફ્રિકન બાળકોને કલ્ચર સમજાવવા દર વર્ષે 1.5 લાખ ‘બ્લેક ઢીંગલીઓ’ બનાવાય છે

December 29, 2020December 29, 2020Bansari Shah

us election/ અમેરિકામા વોટિંગ સાથે મતગણતરી શરૂ, ટ્રમ્પ અને કમલા વચ્ચે ગાઢ હરીફાઈ

November 5, 2024Mansi Panara

Dharma/ સોમવતી અમાસે કરો સાંજે કરો આ ઉપાય, થશો આર્થિક અને માનસિક રીતે મજબૂત

May 26, 2025May 26, 2025Komal Patel

Ahmedabad/ કોરોનાના ટેસ્ટિંગ બુથ ફરી શરૂ કરાયા

February 22, 2021February 22, 2021padma prajay

Budget 2025/ વરિષ્ઠ નાગરિકોને સરકાર આપશે મોટી રાહત !, તેઓને ટેક્સમાંથી મુક્તિ મળશે ?

February 1, 2025January 31, 2025Yogesh Vaghela

Dharma & Bhakti/ ભાઈ બીજ ઉજવણીનું મહાત્મ્ય અને કથા શું છે? વાંચો…યમ દેવ ઈચ્છાપૂર્તિ કરશે..!

October 23, 2025Sangita Purohit Jani

Paris Olympics 2024/ ‘વિનેશ તું ચેમ્પિયન છે’, ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગયેલી વિનેશ માટે PM મોદીની ભાવનાત્મક પોસ્ટ

August 7, 2024Mansi Panara

Bhakti/ સાવધાન! કોરોના મહામારી ફરી પાછી આવશે; શું કહે છે જાપાની બાબા વેંગાની ભવિષ્યવાણી જાણીને રહી જશો દંગ

April 21, 2025April 21, 2025Reena Mamnani
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy