OMG!/ લોકડાઉનથી બેરોજગાર યુવકે મંદિર પર ફેંક્યા પથ્થર

બેરોજગારીનો ગુસ્સો ભગવાન પર

India
mandir લોકડાઉનથી બેરોજગાર યુવકે મંદિર પર ફેંક્યા પથ્થર

કોરોના મહામારીથી ઘણાબધા લોકો પ્રભાવિત થયાં છે. જેમાં ઘણાબધા લોકો બેરોજગાર થઇ ગયાં. એક યુવક  લોકડાઉનથી બેરોજગાર થઇ ગયો જેના લીધે તે ભગવાન પર ખુબ ગુસ્સે થયો અને તેણે પોતાની બેરોજગારી માટે ભગવાનને જવાબદાર ઠેરવ્યાં. આ યુવકે ભગવાનના મંદિર પર પથ્થર ફેંકી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. જો કે હાલમાં આ યુવકને પોલીસે પકડી લીધો છે.

પોલીસના જણાવ્યા અનુસાર લોકડાઉનથી બેરોજગાર થયેલા વિક્કી માલ નામના યુવક ભગવાનને પોતાની પરિસ્થિતિ માટે જવાબદાર ઠેરવે છે. રાત્રિના સમયે તે પશ્વિમી પુરી વિસ્તારના એક શિવ મંદિર પર ગયો અને તેણે ઇંટો અને પથ્થર ફેંકી ભગવાન પર પોતાની નારાજગી વ્યક્ત કરી. પથ્થર અને ઇંટો મૃર્તિ પર પડતા તે ખંડીત થઇ ગઇ હતી. જયારે સવારે મંદિરમાં પૂજારી આવ્યા ત્યારે મંદિરમાં પથ્થરો પડ્યા હતા અને મૃર્તિને ખંડીત થયેલી જોઇ તો તેમણે પોલીસને જાણ કરી.

પશ્વિમી જિલ્લાના પંજાબી બાગ પોલીસે સીસીટીવીના ફૂટેજ તપાસીને વિક્કી નામના યુવકને પકડી પાડ્યો હતો.

આ વિસ્તારના ડીસીપી ઉર્વીઝા ગોયલના જણાવ્યા અનુસાર સીસીટીવી તપાસીને યુવકની શોધખોળ હાથધરી હતી જેને ટૂંક સમયમાં જ પકડી લેવામામં આવ્યો હતો.

પરંતુ અહીં સવાલ એ થાય છે કે આવા કેટલાય યુવકો હશે જે આ કોરોનાકાળના કારણે ફરી એકવાર બેરોજગાર બન્યા છે. તેમના કામ-ધંધા કે પછી નોકરી છુટી ગઇ હશે. ઘરમાં અનેક સમસ્યા હશે પરંતુ ભગવાનની મૃર્તિને પથ્થર મારી ખંડિત કરવાથી જ જો સમસ્યાનું સમાધાન આવે અને રોજગાર મળી જાય તો આજે દેશમાં બેરોજગારીનો પ્રશ્ન જ ના રહે.

વર્તમાન સમય કપરો છે પરંતુ ભગવાનને આ કોરોના નાબુદ થાય અને દેશમાં શાંતિ રહે તેવી પ્રાર્થના કરવી જોઇએ. ભગવાન પર શ્રદ્ધા રાખવાથી જ કાર્ય પાર પડે છે. અંધશ્રદ્ધા રાખી પથ્થર મારવાથી નહીં.