Stock Market/ શેરબજારમાં અવિરત તેજી જારીઃ સેન્સેક્સ 274 પોઇન્ટ વધ્યો

બીએસઇ સેન્સેક્સ 274 પોઇન્ટ ઉચકાઈને 65479.05 અને નિફ્ટી 66..45 પોઇન્ટ વધીને 19,389 પોઇન્ટ પર બંધ આવ્યો હતો. આમ શેરબજારના સળંગ બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. આજના વધારા બાદ રોકાણકારોની સંપત્તિ વધીને 298.70 લાખ કરોડ પર પહોંચી છે.

Top Stories Business
Stock market rise શેરબજારમાં અવિરત તેજી જારીઃ સેન્સેક્સ 274 પોઇન્ટ વધ્યો

સમગ્ર દેશભરમાં વરસાદ પૂરતા પ્રમાણમાં Stock Market પડવાની સાથે દુષ્કાળની સંભાવનામાં ઘટાડો થવાના લીધે ગ્રામીણ કૃષિ અર્થતંત્ર મજબૂત બનશે, તેના લીધે આર્થિક વિકાસને વેગ મળશે. તેના ઉપરાંત મોંઘવારી અને ફુગાવામાં ઘટાડાની અપેક્ષાની સાથે આગામી સમયમાં વ્યાજદરમાં ઘટાડો થવાની સંભાવનાએ શેરબજારમાં અવિરત તેજી જારી રહી હતી.

તેના લીધે બીએસઇ સેન્સેક્સ 274 પોઇન્ટ Stock Market ઉચકાઈને 65479.05 અને નિફ્ટી 66..45 પોઇન્ટ વધીને 19,389 પોઇન્ટ પર બંધ આવ્યો હતો. આમ શેરબજારના સળંગ બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. આજના વધારા બાદ રોકાણકારોની સંપત્તિ વધીને 298.70 લાખ કરોડ પર પહોંચી છે.

બેંક નિફ્ટી પણ 143.35 પોઇન્ટ ઉછળી 45301.45 પોઇન્ટ Stock Market પર બંધ રહી. સોમવારે સેન્સેક્સ 486.49 પોઇન્ટના વધારા સાથે 65,205.05 પોઇન્ટ પર અને નિફ્ટી 135.5 પોઇન્ટ વધીને 19322.55 પોઇન્ટ પર બંધ રહ્યા હતા. આ ઉપરાંત લગભગ તમામ સેક્ટોરલ ઇન્ડેક્સીસ પ્લસમાં બંધ આવ્યા હતા. વ્યાજદરમાં ઘટાડો થવાની સંભાવનાએ રિયલ્ટી સેકટર અને ફાઇનાન્સિયલ સેક્ટરમાં પણ તેજી જોવા મળી હતી. બેન્કિંગ સેક્ટરમાં એનપીએ નીચી હોવાના પગલે બેન્ક શેરોમાં તેજી જોવા મળી હતી.

ચોમાસું જે અગાઉ ભારતમાં ઘણું મોડું પહોંચ્યું હતું. ચોમાસાનો Stock Market સમય પહેલી જૂનનો છે પરંતુ આ વખતે ચોમાસું આઠ દિવસ મોડું આવ્યું પરંતુ 2જી જુલાઈએ સમાચાર આવ્યા કે ચોમાસાએ હવે આખા દેશને આવરી લીધો છે, અને આ રિકવરી ઝડપથી થઈ છે. આઠમી જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં ચોમાસું પહોંચી જશે, પરંતુ ચોમાસામાં આવેલા આ ઉછાળાએ બજારના રોકાણકારોને ઉત્સાહિત કર્યા હતા, જેની અસર જોવા મળી હતી.

વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ તાજેતરના સમયમાં ભારતીય Stock Market શેરબજારમાં તેમનો રસ વધાર્યો છે. થોડા મહિના પહેલા વિદેશી રોકાણકારો સતત પૈસા ઉપાડી રહ્યા હતા, પરંતુ હવે તેઓ મોટી રકમનું રોકાણ કરી રહ્યા છે. શેરબજાર ઊંચાઈને સ્પર્શી રહ્યું છે તેનું આ એક મોટું કારણ છે.

 

આ પણ વાંચોઃ લોકસભા ચુંટણી/ ચૂંટણી પહેલા BJPનો મોટો નિર્ણય, ઘણા રાજ્યોના પાર્ટી અધ્યક્ષ બદલ્યા, જુઓ કોને મળી જવાબદારી

આ પણ વાંચોઃ Maharashtra Accident/ મહારાષ્ટ્રમાં વધુ એક ગમખ્વાર અકસ્માતઃ કન્ટેનર હોટેલમાં ઘૂસી જતા સાતના મોત

આ પણ વાંચોઃ Farming Rise/ સારા વરસાદના પગલે કૃષિ વાવેતરમાં દસ લાખ હેક્ટરનો વધારો

આ પણ વાંચોઃ Sainik School/ મહેસાણામાં સૈનિક સ્કૂલનું ઉદઘાટન કરતા અમિત શાહ

આ પણ વાંચોઃ SCO Summit 2023/  ચીન અને પાકિસ્તાન બંને સાથે સંબંધો સારા નથી, SCO સમિટને લઈને ભારતની શું છે યોજના