Not Set/ ટ્રીપલ તલાક બીલ મુદ્દે અધ્યાદેશને અપાઈ મંજુરી, જાણો આ વિશેની બધી મહત્વની વાતો

નવી દિલ્લી, કેન્દ્ર સરકારે બુધવારે સંસદમાં લટકી રહેલા ટ્રીપલ તલાકને દંડનીય અપરાધ બનાવનારા બીલને કાનૂની સ્વરૂપ આપવા માટે અધ્યાદેશને મંજુરી આપી દીધી છે. કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે ટ્રીપલ તલાક બીલનાં મહત્વના પાસાઓની જાણકારી આપતા જણાવ્યું હતું કે આ બીલથી મુસ્લિમ સમાજની મહિલાઓને ઇન્સાફ મળશે. જાણો ટ્રીપલ તલાક કાનુનમાં મહિલાઓને આપવામાં આવી આ પાવર .. ક્યારે ફાઈલ […]

Top Stories India
triple talaq ટ્રીપલ તલાક બીલ મુદ્દે અધ્યાદેશને અપાઈ મંજુરી, જાણો આ વિશેની બધી મહત્વની વાતો

નવી દિલ્લી,

કેન્દ્ર સરકારે બુધવારે સંસદમાં લટકી રહેલા ટ્રીપલ તલાકને દંડનીય અપરાધ બનાવનારા બીલને કાનૂની સ્વરૂપ આપવા માટે અધ્યાદેશને મંજુરી આપી દીધી છે. કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે ટ્રીપલ તલાક બીલનાં મહત્વના પાસાઓની જાણકારી આપતા જણાવ્યું હતું કે આ બીલથી મુસ્લિમ સમાજની મહિલાઓને ઇન્સાફ મળશે.

જાણો ટ્રીપલ તલાક કાનુનમાં મહિલાઓને આપવામાં આવી આ પાવર ..

ક્યારે ફાઈલ થશે ટ્રીપલ તલાકનો કેસ

કેન્દ્રીયમંત્રીએ જણાવ્યું કે આ અપરાધમાં પોલીસ સીધી ધરપકડ ત્યારે જ કરી શકશે જયારે મહિલા ખુદ ફરિયાદ કરશે. આ સિવાય લોહીનાં સંબંધો અથવા લગ્નનાં સંબંધવાળા સદસ્યો પાસે પણ કેસ ફાઈલ કરવાનો અધિકાર રહેશે. પાડોશી કે કોઈ અજાણ વ્યક્તિ આ મામલે કેસ નોંધાવી શકશે નહી.

સુલેહ કરવા માટે શું છે શરતો

કેન્દ્રીયમંત્રીએ જણાવ્યું કે આ બીલ મહિલાઓના સશક્તિકરણ માટે છે. નિયમમાં સુલેહનો ઓપ્શન પણ રાખવામાં આવ્યો છે. પત્નીની પહેલ પર જ સુલેહ થઇ શકે છે, પરંતુ મેજીસ્ટ્રેટ દ્વારા યોગ્ય શરતો સાથે.

બેલ માટે શું છે શરતો

આ કાનુન અંતર્ગત મેજીસ્ટ્રેટ આમાં જમાનત આપી શકે છે, પરંતુ પત્નીની દલીલો સાંભળ્યા બાદ. કેન્દ્રીયમંત્રીએ જણાવ્યું કે, આ પતિ પત્નીનો અંગત મામલો છે. પત્નીએ પહેલ કરી છે તો એનો પક્ષ સાંભળવો જરૂરી છે.

triple talaq ટ્રીપલ તલાક બીલ મુદ્દે અધ્યાદેશને અપાઈ મંજુરી, જાણો આ વિશેની બધી મહત્વની વાતો
union cabinet has approved an ordinance on triple talaq

ભરણપોષણ માટેનો નિયમ

આ કાનુનમાં બાળકની કસ્ટડી માતાને આપવાનું પ્રાવધાન છે. પત્ની અને બાળકનાં ભરણપોષણનો અધિકાર મેજીસ્ટ્રેટ નક્કી કરશે , જે પતિએ આપવો પડશે.

જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે ટ્રીપલ તલાક બીલને ખારીજ કરી દીધો હતો. બે જજોએ આને અસંવેધાનીક કહ્યું હતું અને એક જજે પાપ કહ્યું હતું. ત્યારબાદ બે જજોએ આના પર સંસદને કાનુન બનાવા માટે કહ્યું હતું. સંસદમાં આ બીલ લોકસભામાં પાસ થઇ ગયું હતું પરંતુ રાજ્યસભામાં અટકી ગયું હતું. ત્યારબાદ આને કાનૂની સ્વરૂપ આપવા માટે સરકારે અધ્યાદેશનો રસ્તો અપનાવ્યો છે.જોકે છ મહિનાની અંદર આના પર સંસદની મહોર લાગવી જરૂરી છે. સરકાર માટે ફરી આ એક મોટી ચેલેન્જ હશે.