Political/ દિલ્હીમાં ડેન્ગ્યુનો કહેર, સ્થિતિની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા કરશે ઉચ્ચ સ્તરીય બેઠક

રાજધાની દિલ્હીમાં ડેન્ગ્યુનાં કેસોમાં ચિંતાજનક વધારાને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સોમવારે ડેન્ગ્યુની સ્થિતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક કરશે.

Top Stories India
મનસુખ માંડવિયા

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ડેન્ગ્યુની સ્થિતિની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સોમવારે દિલ્હી સરકાર સાથે બેઠક કરશે. આ દરમિયાન તેઓ ચર્ચા કરશે કે ડેન્ગ્યુનાં કેસમાં વધારાને નિયંત્રિત કરવામાં કેન્દ્ર દિલ્હી સરકારને કેવી રીતે મદદ કરી શકે. એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું કે, “દિલ્હીમાં ડેન્ગ્યુનાં કેસોમાં વધારો થયો છે અને આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પરિસ્થિતિની સમીક્ષા કરવા અને ડેન્ગ્યુનાં કેસોમાં વધારાને રોકવામાં મદદ કરવા માટે દિલ્હી સરકાર સાથે ચર્ચા કરશે.”

આ પણ વાંચો – માંગ / ગાયને ભારતનું રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવામા આવે : બાબા રામદેવ

રાજધાની દિલ્હીમાં ડેન્ગ્યુનાં કેસોમાં ચિંતાજનક વધારાને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સોમવારે ડેન્ગ્યુની સ્થિતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક કરશે. અધિકારીઓનાં જણાવ્યા અનુસાર આ બેઠક સવારે 10 વાગ્યે યોજાશે. જેમાં આરોગ્ય મંત્રાલયની સાથે દિલ્હી સરકારનાં અધિકારીઓ પણ ભાગ લેશે. બેઠક દરમિયાન, આરોગ્ય મંત્રી એ પણ ચર્ચા કરશે કે ડેન્ગ્યુનાં કેસોમાં વધારો રોકવા માટે કેન્દ્ર આમ આદમી પાર્ટી (AAP)ની આગેવાની હેઠળની દિલ્હી સરકારને કેવી રીતે મદદ કરી શકે. વળી નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) અને નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ (NVBDCP) નાં અધિકારીઓ પણ બેઠકમાં હાજરી આપશે. દર વર્ષે ચોમાસાની શરૂઆત સાથે, દિલ્હીમાં ડેન્ગ્યુનો પ્રકોપ જોવા મળે છે, જે સામાન્ય રીતે શિયાળાની શરૂઆત સાથે સમાપ્ત થાય છે. જો કે, આ વર્ષે રાજધાનીમાં કેસોમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે જે હજુ પણ ચાલુ છે.

આ પણ વાંચો – અહેવાલ / NCRBના રિપોર્ટમાં ખુલાસો દેશમાં પ્રતિદિન 31 બાળકોએ કરી રહ્યા છે આત્મહત્યા,કોરોનાના લીધે માનસિક તણાવ

ડોકટર્સે અગાઉ કહ્યું હતું કે, ગંભીર બિમારીનાં ઉંચા જોખમથી જોડાયેલા સેરોટાઇપ-2 ડેન્ગ્યુ વાયરસનાં ફેલાવા છતાં, મોટાભાગનાં લોકોમાં ગંભીર લક્ષણો દેખી રહ્યા નથી. ડેન્ગ્યુ વાયરસ તાવ લક્ષણોનું કારણ બને છે અને તે વધુ ગંભીર બિમારીઓ સાથે સંકળાયેલ છે. ગયા અઠવાડિયે સોમવારે જાહેર કરાયેલા એક સિવિક અહેવાલ મુજબ, દિલ્હીમાં આ વર્ષે 1,000 થી વધુ ડેન્ગ્યુનાં કેસ નોંધાયા છે, જેમાં માત્ર છેલ્લા અઠવાડિયામાં 280 થી વધુ કેસ નોંધાયા છે. આ સીઝનમાં ડેન્ગ્યુનાં કુલ કેસોમાંથી 665 કેસ માત્ર આ મહિનાનાં પ્રથમ 23 દિવસમાં નોંધાયા છે. રાજધાનીમાં આ સીઝનમાં વેક્ટર-જન્ય રોગને કારણે 18 ઓક્ટોબરે તેનું પ્રથમ મૃત્યુ નોંધાયું હતું.