ગૃહમંત્રી ગુજરાતના પ્રવાસે/ કેન્દ્રીય મંત્રી અમિત શાહ વધુ એક વાર ગુજરાતના પ્રવાસે, વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજનેતાઓમાં ધમધમાટ શરૂ

બે દિવસના પ્રવાસની વાત કરીએ તો અમિત શાહ આગામી 9 એપ્રિલે મોડી રાત્રે અમદાવાદ પહોંચશે. 10 અને 11 એપ્રિલે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

Ahmedabad Gujarat
અમિત શાહ
  • કેન્દ્રીય મંત્રી અમિત શાહ વધુ એક વાર ગુજરાતમાં
  • 10 એપ્રિલે કેન્દ્રીયમંત્રી અમિત શાહ ગુજરાતમાં
  • ગાંધીનગરમાં ગુજકોમાશોલ કચેરીનું લોકાર્પણ
  • બપોરે 2 કલાકે લોકાર્પણ સમારોહનું આયોજન
  • કેન્દ્રીયસહકારમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ
  • 10 એપ્રિલે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને લઈ અમિત શાહની અવર-જવર વધી ગઈ છે. ત્યારે ફરી એક વખત કેન્દ્રીય મંત્રી ગુજરાત પ્રવાસે છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન ફરીથી ગુજરાત પ્રવાસે આવવાના છે. અમિત શાહ 10 અને 11 એપ્રિલે બે દિવસ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. ઉલ્લેખનીય છે અમિત શાહ ગત માર્ચ મહિનાના અંતમાં જ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા.

બે દિવસના પ્રવાસની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહ પ્રધાન આગામી 9 એપ્રિલે મોડી રાત્રે અમદાવાદ પહોંચશે. 10 અને 11 એપ્રિલે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. પ્રવાસના પ્રથમ દિવસે એટલે કે 10 એપ્રિલે ગાંધીનગરમાં નવનિર્મિત ગુજકોમાસોલ ભવનનું લોકાર્પણ કરશે.  ત્યાર બાદ  ગુજકોમસોલ સાથે અમિત શાહ બેઠક યોજશે. આ વખતે બે દિવસ ગુજરાત પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓ  10 અને 11 તારીખે ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

ફરી એકવાર કેન્દ્રીય ગૃહપ્રધાન ગુજરાત આવશે. પંદર દિવસમાં બીજીવાર અમિત શાહનો ગુજરાત પ્રવાસ થવાનો છે. 10 અને 11 એપ્રિલે અમિત શાહ ગુજરાતના પ્રવાસે રહેશે. ગાંધીનગરમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના કાર્યક્રમમાં હાજર રહેશે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પણ એક કાર્યક્રમમાં હાજર રહેશે તો બાવળામાં કેન્દ્ર સરકારની યોજના અંગેના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. આદર્શ ગામ અંતર્ગત ગામોના વિકાસ અંગે સંબોધન કરશે. આ કાર્યક્રમમાં સહકારી આગેવાનો અને સરપંચો હાજર રહેશે.

આપને જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું ફરી સૌરાષ્ટ્રમાં આગમન થશે. 10 એપ્રિલના દ્વારકાધીશ મંદિરે રાષ્ટ્રપતિ શિશ ઝુકાવશે તેમજ 13 એપ્રિલના રૂક્ષ્મણી વિવાહમાં અને માધવપુરના મેળામાં પણ ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિના આ પ્રવાસને લઈ દ્વારકા અને માધવપુરમાં તંત્ર ખાસ તૈયારી કરવામાં જોતરાઈ ગયું છે.

આ પણ વાંચો :અડાજણમાં ઓનલાઈન સટ્ટાનું રેકેટ ઝડપાયું, ખુલ્યું દુબઈ કનેક્શન

આ પણ વાંચો :લુણામાં આચાર્યએ વિદ્યાર્થીને માર્યો માર, પોલીસે CCTV કબ્જે કરી હાથધરી તપાસ

આ પણ વાંચો :  જનતા પર વધુ એક મોંઘવારીનો માર,હવે સુમુલ ડેરીએ પણ છાશના ભાવમાં કર્યો વધારો

આ પણ વાંચો : નારાયણ સાંઇ સામે વધુ એક ફરિયાદ,જામીન મેળવવા માતાની બિમારીનું ખોટું સર્ટિફિકેટ રજૂ કર્યું