પ્રતિક્રિયા/ ગોપાલ ઇટાલિયના વાણીવિલાસ પર કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે આપી પ્રતિક્રિયા, કહ્યું..

ગોપાલ ઇટાલિયાએ કરેલી ટીપ્પણીથી સામાન્ય જનતા સહિત બીજેપીના નેતાઓ અને  કાર્યકરતાઓમાં પણ રોષ જોવા મળે છે

Top Stories Gujarat
2 27 ગોપાલ ઇટાલિયના વાણીવિલાસ પર કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે આપી પ્રતિક્રિયા, કહ્યું..

ગુજરાતના આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાનએ પીએમ મોદી અને તેમની માતા વિશે વિવાદાસ્પદ ટીપ્પણી કરવા બદલ ગુરુવારે તેમને દિલ્હીમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા, ત્યારબાદ તરત જ છોડી મૂકવામાં આવ્યા હતા. પરંતુ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોતી અને તેમના માતા હિરાબા માટે  ગોપાલ ઇટાલિયાએ કરેલી ટીપ્પણીથી સામાન્ય જનતા સહિત બીજેપીના નેતાઓ અને  કાર્યકરતાઓમાં પણ રોષ જોવા મળે છે. ભાજપના કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુંસિંહ ચૌહાણ અને ભાજપના યુવા મોરચાના પ્રમુખ ડો. ઋત્વિજ પટેલની પ્રતિક્રિયાઓ સામે આવી છે.

દેવુંસિંહ ચૌહાણે કહ્યું કે રાજનિતી વિચાર ધારાની લડાઇ છે, વૈચારિક લડાઇ છે, પરંતુ કેટલાક લોકો નફરતની આગમાં ભાષા વિવેક ભુલે છે, વાણી વર્તન ભૂલે છે અને એક પ્રકારની હલકી મનોવૃતિ છતી થાય તેવી ભાષા છે. તાજેતરમાં દેશના વડા પ્રધાન માટે ગુજરાતના પનોતા પુત્ર નરેદ્રભાઇ મોદી માટે જ્યારે આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તા બેફામ વાણી વાપરી રહ્યાં છે. ત્યારે મારે તેમને ચેતવવા છે કે જો તમે આ રીતે બેફામ ભાષા વાપરશો તો આ ગુજરાત અને ગુજરાતનો સભ્ય સમાજ આવી હલકી મનોવૃતિ ક્યારેય સ્વીકારી નહિં લે. સમગ્ર વિશ્વમાં પ્રધાનમંત્રીનું સન્નમાન થતું હોય, તેમની માતાજીનો આદર સૌ કોઇ કરે છે. ત્યારે ગુજરાતની ધરતી પરથી આવી વાણી વિલાસ એક પ્રકારની હલકી મનોવૃતિ છતી થાય છે. અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલઆ બધુ જ ચારિત્ર જાણતા હોવા છતાં તેમને મોટા કરી રહ્યાં છે. ત્યારે ગુજરાતની પ્રજા તેમના ખરાબ ઇરાદાને સમજે છે.

2 26 ગોપાલ ઇટાલિયના વાણીવિલાસ પર કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે આપી પ્રતિક્રિયા, કહ્યું..

ગોપાલ ઇટાલિયાના વાણી વિલાસ પર ડો. ઋત્વિજ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અરવિંદ કેજરીવાલની પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ જે પ્રકારે દેશના આદરણીય વડા પ્રધાનનરેન્દ્ર મોદીના માતા હિરાબા માટે જે પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો, તેનાથી તેમના સંસ્કાર છતા થાય છે. નીચલી માનસિકતા જોવાય છે, ઇટિલિયા કેટલાનીચા સ્તરનું રાજકારણ કરી શકે છે તે પણ સ્પષ્ટ થાય છે. આ સમગ્ર વિવાદમાં આમ આદમી પાર્ટીના કેજરીવાલ અને ઇટાલિયા પાટીદાર સમાજનું વિક્ટમ કાર્ડ રમી રહ્યાં છે. પરંતુ સરદારના વંશ જ કે પાટીદાર સમાજના દિકરાઓ કોઇ દિવસ આવી ભાષાનો પ્રયોગ ના કરે. તેમની આ ચાલચલગતને પુરો દેશ અને સમગ્ર ગુજરાત જોઇ રહ્યું છે. દુશ્મનની માતા માટે પણ આ પ્રકારના શબ્દોનો પ્રયોગ કોઇના કરે. માટે આગામી ચૂંટણીમાં સમગ્ર ગુજરાત અને પાટીદાર સમાજ આમ આદમી પાર્ટી, કેજરીવાલ અને ઇટાલિયાને મક્કમતાથી આ ખરાબ વાણીવિલાસનો જવાબ આપશે.

નોધનીય છે કે  AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની દિલ્હી પોલીસે અટકાયત કરી હતી. PM મોદી વિશે વાંધાજનક ટિપ્પણીના મામલામાં રાષ્ટ્રીય મહિલા આયોગે આજે બપોરે 12.30 વાગ્યે સુનાવણી માટે ગોપાલ ઈટાલિયાની દિલ્હીમાં અટકાયત કરવામાં આવી હતી. રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના પ્રભારી રાઘવ ચઢ્ઢાએ પણ કહ્યું છે કે ગોપાલ ઈટાલિયાની ખોટી રીતે અટકાયત કરવામાં આવી છે.