Accident/ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુની બુલેટ પ્રૂફ કાર ટ્રક સાથે અથડાતા અકસ્માત,મંત્રીનો આબાદ બચાવ

ન્દ્રીય મંત્રીની કારને થોડું નુકસાન થયું છે. શનિવારના રોજ બનેલી આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી

Top Stories India
3 6 કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુની બુલેટ પ્રૂફ કાર ટ્રક સાથે અથડાતા અકસ્માત,મંત્રીનો આબાદ બચાવ

જમ્મુ-કાશ્મીરના બનિહાલ પાસે કાયદા મંત્રી કિરેન રિજિજુની બુલેટ પ્રૂફ કાર સાથે લોડેડ ટ્રક અથડાઈ હતી. કેન્દ્રીય મંત્રીની કારને થોડું નુકસાન થયું છે. શનિવારે (8 એપ્રિલ)ના રોજ બનેલી આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. શનિવારે જ કાયદા મંત્રી રિજિજુએ ટ્વિટર દ્વારા માહિતી આપી હતી કે તેઓ ‘કાનૂની સેવા કેમ્પ’માં સામેલ થવા માટે જમ્મુથી જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે ન્યાયાધીશો અને NALSA ટીમની સાથે કેન્દ્ર સરકારની યોજનાઓના ઘણા લાભાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. આ સાથે તેમણે કહ્યું હતું કે હવે વ્યક્તિ આખી યાત્રા દરમિયાન સુંદર રસ્તાનો આનંદ માણી શકશે.

ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના બનિહાલ પાસે કાયદા મંત્રી કિરેન રિજિજુની બુલેટ પ્રૂફ કાર સાથે લોડેડ ટ્રક અથડાઈ હતી. કેન્દ્રીય મંત્રીની કારને થોડું નુકસાન થયું છે