Not Set/ સુરતની નંદિની ગૌશાળાનું અનોખું અભિયાન, ગાયના છાણમાંથી બનાવાઇ હોળી સ્ટિક

સુરતની નંદિની ગૌશાળાનું અનોખું અભિયાન, ગાયના છાણમાંથી બનાવાઇ હોળી સ્ટિક

Gujarat Surat Trending
lalit vasoya 26 સુરતની નંદિની ગૌશાળાનું અનોખું અભિયાન, ગાયના છાણમાંથી બનાવાઇ હોળી સ્ટિક

હોળી પ્રાગટ્યને હવે જૂજ દિવસો બાકી છે ત્યારે પર્યારવણને બચાવવાની સાથે સાથે ગૌશાળાની આર્થિક સ્થિતિ સુધરે તે માટે એક ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.  જેમાં ગાયના ગોબરમાંથી સ્ટિક તૈયાર કરવામાં આવી છે. આ સ્ટીકથી લોકોને હોળી પ્રાગટ્ય કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

lalit vasoya 27 સુરતની નંદિની ગૌશાળાનું અનોખું અભિયાન, ગાયના છાણમાંથી બનાવાઇ હોળી સ્ટિક

 હોળી માટે ખાસ તૈયાર કરી ઇકોફ્રેન્ડ્લી હોળી સ્ટિક

પર્યાવરણની રક્ષા કરે છે હોળી સ્ટિક

વર્ષો જૂની પરંપરા પ્રમાણે આદણે દર વર્ષે ફાગણ સુદ પૂનમના દિવસે હોલિકા દહન કરીએ છીએ. આમ તો દર વર્ષે હોલિકા દહનમા મોટા પાયે લાકડાનો વ્યય થાય છે જેનાથી પર્યાવરણને ખાસ્સું એવું નુકસાન પણ થાય છે. જેથી પ્રદૂશણની રક્ષા માટે અને લોકોની સુરક્ષા માટે એક ખાસ સ્ટિકને તૈયાર કરવામાં આવી છે. સુરતની નંદિની ગૌશાળા પાંજરાપોળ દ્વારા આ વખતે ગાયના ગોબરમાંથી લાકડા જેવી સ્ટીક બનાવી છે અને આ સ્ટીક થકીથી જો હોળી પ્રગટાવવામાં આવે તો પર્યાવરણને નુકશાન થતું અટકાવી શકાય છે.

lalit vasoya 28 સુરતની નંદિની ગૌશાળાનું અનોખું અભિયાન, ગાયના છાણમાંથી બનાવાઇ હોળી સ્ટિક

  • વૈદિક સ્ટિક નામ આપવામાં આવ્યું
  • વૈદિક સ્ટિકના પ્રગટાવ્યા બાદ સકારાત્મક ઉર્જાનો સંચાર
  • 15 રૂપિયે કિલોના ભાવે વેચાય છે વૈદિક સ્ટિક
  • નજીવા ખર્ચે હોળિકા દહનની સાથે પર્યાવરણને ફાયદો

 આમ પણ વર્ષોથી આપણે વાતાવરણમાં પોઝિટિવ ઉર્જાના સંચાર માટે હોમ હવન કરતા આવ્યા છીએ ત્યારે આ વખતે કોરોના કાળમાં પણ જો ગાયના ગોબરની સ્ટિક થકીથી હોળી પ્રગટાવવામાં આવે તો તેનો ફાયદો પણ મળી શકે એમ છે. નંદિની ગૌશાળા દ્વારા કરવામાં આવેલા આ પ્રયોગને લોકો દ્વારા પણ સારો પ્રતિસાદ આપવામાં આવી રહ્યો છે. આ ગોબર સ્ટીક માત્ર 15 રૂપિયે કિલો આપવામાં આવે છે આશરે 300 કિલો ગોબર સ્ટીકમાંથી હોળી પ્રાગટ્ય આસાનીથી પૂર્ણ થઇ શકે છે. માત્ર 4500 જેટલા નજીવા ખર્ચમાં આ કાર્ય પૂર્ણ થઇ શકે છે.

lalit vasoya 29 સુરતની નંદિની ગૌશાળાનું અનોખું અભિયાન, ગાયના છાણમાંથી બનાવાઇ હોળી સ્ટિક

વૈદિક સ્ટિકથી હોળી પ્રગટાવવા અપીલ

પર્યાવરણના ફાયદા માટે દરેક નાગરિકોને અપીલ

સુરત શહેરની ગૌશાળા અને પાંજરાપોળ દ્વારા આ પ્રકારનો અભિગમ દાખવવામાં આવ્યો છે તેના થકીથી ગૌશાળા અને પાંજરાપોળની આર્થિક સ્થિતિમાં ફાયદો તો થશે જ પરંતુ પર્યાવરણના રક્ષણમાં પણ ઘણી મદદ મળશે.