Not Set/ કેરળમાં વર અને કન્યા તપેલામાં બેસી લગ્ન સ્થળ પર પહોંચ્યા

કેરળમાં ઠેરઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે આવી પરિસ્થિતિમાં લગ્ન સ્થળ પર પહોચવા માટે આ વર કન્યાએ મોટા એલ્યુમિનિયમના તાપેલાનો આશરો લીધો હતો.

India Trending
તપેલામાં કેરળમાં વર અને કન્યા તપેલામાં બેસી લગ્ન સ્થળ પર પહોંચ્યા.

કેરળમાં ભારે વરસાદ બાદ પૂર અને ભૂસ્ખલનની દુ:ખદ ઘટનાઓ વચ્ચે એક દંપતીએ અનોખી રીતે લગ્ન કર્યા. વ્યવસાયે આરોગ્ય કર્મચારી એવા એક દંપતીએ સોમવારે મોટા તપેલામાં બેસીને લગ્ન સ્થળ પર પહોચ્યા હતા. ભારે વરસાદને કારણે હાલમાં કેરળની પરિસ્થિતિ અતિ ખરાબ છે. ઠેરઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે આવી પરિસ્થિતિમાં લગ્ન સ્થળ પર પહોચવા માટે આ વર કન્યાએ મોટા એલ્યુમિનિયમના તાપેલાનો આશરો લીધો હતો. મોટા તપેલામાં બેસી બંને લગ્ન સ્થળે પહોચ્યા હતા. અને ફેરા ફર્યા હતા. જો કે લગ્ન સ્થળ પર પણ મોટી માત્રામાં પાણી ભરાયેલા હતા.  થલાઇવાડીમાં એક મંદિર પાસે ડૂબી ગયેલા લગ્ન હોલમાં બંનેના લગ્ન થયા હતા. લગ્નમાં મોટી સંખ્યામાં સંબંધીઓ આવ્યા હતા.

મોટા તપેલામાં બેસીને લગ્ન માટે જઈ રહેલા આકાશ અને ઐશ્વર્યાનો ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. નવા પરણેલા દંપતીએ જણાવ્યું હતું કે,  COVID-19 રોગચાળાને કારણે તેઓએ ભાગ્યે જ સંબંધીઓને આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું કે તેમના લગ્ન સોમવારે નક્કી થયા હતા અને તે શુભ સમયને કારણે તેને મુલતવી રાખવા માંગતા ન હતા. તેઓ થોડા દિવસો અગાઉ આ સ્થળે આવ્યા હતા ત્યારે અહીં બિલકુલ પાણી ભરાયું નાં હતું.  પરંતુ છેલ્લા બે દિવસથી ભારે વરસાદના કારણે આ જગ્યા પર પાણી ભરાયા હતા. બંને આરોગ્ય કર્મચારી છે.  અને ચેંગન્નુરની હોસ્પિટલમાં કામ કરે છે.

અગાઉ કોર્ટ મેરેજ
આકાશે જણાવ્યું હતું કે તેમની વચ્ચે આંતરજાતીય સંબંધો હતા જેનો ઐશ્વર્યાના એક કાકાએ વિરોધ કર્યો હતો અને તેથી તેઓએ 5 ઓક્ટોબરના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યારબાદ, તેઓએ વિલંબ કર્યા વિના હિન્દુ વિધિ મુજબ લગ્ન કરવાનું નક્કી કર્યું, પરંતુ અહીંતેમના ઘર નજીકના મોટાભાગના મંદિરોમાં લગ્ન માટે 15 દિવસ અગાઉથી બુકિંગ કરવાની વાત કરી રહ્યા હતા. અંતે, તેમને થલાઇવાડીમાં એક મંદિર મળ્યું, જે સોમવારે લગ્ન સમારંભનું આયોજન કરવા માટે સંમત થયું.

બંને કોવિડ ડ્યુટી પર છે
તેમણે કહ્યું કે રવિવારે, મંદિરમાંથી કોઈએ તેમને પૂછવા માટે ફોન કર્યો હતો કે શું તેઓ લગ્ન મુલતવી રાખવા તૈયાર છે કારણ કે સ્થળ પાણીથી છલકાઈ ગયું છે. પરંતુ તે બંને આરોગ્ય કર્મચારીઓ છે જેઓ કોવિડ ડ્યુટી પર છે, તેથી તેઓ પોતે જ જાણતા ન હતા કે તેમને લગ્ન માટે ક્યારે રજા મળશે. તેથી તેઓએ લગ્નને મુલતવી ન રાખવાનો નિર્ણય કર્યો. આ પછી મંદિરના સત્તાવાળાઓએ કહ્યું કે તેઓ તેમને સ્થળ પર લઈ જવા માટે જરૂરી વ્યવસ્થા કરશે.

આ સિવાય બીજો કોઈ રસ્તો નહોતો
સોમવારે, જ્યારે તેઓ થલાઇવાડી પહોંચ્યા, ત્યારે લોકો દુલ્હા-દુલ્હન અને સાથે આવેલા કેટલાક પરિવારના સભ્યોને  મંદિર સુધી લાવવા માટે તૈયાર હતા. આ માટે તેમણે મોટા રસોઈના વાસણો, જે મંદિરમાંથી જ તૈયાર હતા તેનો ઉપયોગ કર્યો હતો.  આકાશે કહ્યું કે આટલા ટૂંકા ગાળામાં તેની પાસે આ એકમાત્ર વિકલ્પ ઉપલબ્ધ હતો. તે બંને  ને એક મોટા તપેલામાં બેસાડવામાં આવ્યા હતા. અને કેટલાક લોકોએ તેને પકડી અને મંદિર પરિસરમાં પહોંચી ગયા જેથી તે  ઊંધું નાં વળે. આકાશે કહ્યું કે તે વાસણમાં બેસવામાં અચકાયો નાં હતો. કારણ કે વરસાદ દરમિયાન આવા પગલાં ઘણીવાર લેવામાં આવે છે. તેમણે વર્ષ 2018 માં પૂર દરમિયાન ઘરોમાં ફસાયેલા લોકોને બચાવવા માટે આવા પગલાં જોયા હતા.