United World Wrestling/ ભારતને મોટો ફટકો, યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનું સભ્યપદ કર્યું રદ

છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય કુસ્તીમાં હંગામો ચાલી રહ્યો છે. વિનેશ ફોગાટ, સાક્ષી મલિક, બજરંગ પુનિયા સહિત અનેક રેસલર્સે બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન શોષણના આરોપો લગાવ્યા હતા.

Top Stories Sports
UWW suddenly suspends WFI

ભારતીય કુસ્તી ખેલાડીઓ માટે એક ખરાબ સમાચાર છે. યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનું સભ્યપદ સસ્પેન્ડ કરી દીધું છે. યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગે આ નિર્ણય ભારતીય કુસ્તી સંઘની ચૂંટણી ન મળવાને કારણે લીધો છે.

યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગે 30 મેના રોજ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને પત્ર લખ્યો હતો. આ પત્રમાં લખવામાં આવ્યું હતું કે, જો આગામી 45 દિવસમાં (15 જુલાઈ સુધીમાં) ભારતીય કુસ્તી મહાસંઘની ચૂંટણી નહીં થાય તો યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ ભારતીય રેસલિંગ ફેડરેશનનું સભ્યપદ સસ્પેન્ડ કરશે.

નોંધનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય કુસ્તીમાં હંગામો ચાલી રહ્યો છે. વિનેશ ફોગાટ, સાક્ષી મલિક, બજરંગ પુનિયા સહિત અનેક રેસલર્સે બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન શોષણના આરોપો લગાવ્યા હતા. આ પછી રમત મંત્રાલયે ફેડરેશનના અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. ત્યારથી ફેડરેશનનું કામ એડહોક કમિટી સંભાળી રહી હતી.

જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ એમએમ કુમારને રેસલિંગ ફેડરેશનની નવી ચૂંટણીઓ માટે રિટર્નિંગ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની ચૂંટણી અગાઉ 11 જુલાઈના રોજ યોજાવાની હતી. પરંતુ, ત્યારબાદ આસામ રેસલિંગ એસોસિએશન તેની માન્યતાને લઈને કોર્ટમાં પહોંચ્યું. જે બાદ આસામ હાઈકોર્ટે ચૂંટણી પર રોક લગાવી દીધી હતી.

આ પછી ચૂંટણી અધિકારી એમએમ કુમારે બીજી વખત રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની ચૂંટણીની તારીખ 12 ઓગસ્ટ નક્કી કરી. પરંતુ, ચૂંટણીના એક દિવસ પહેલા પંજાબ-હરિયાણા હાઈકોર્ટે મતદાનના એક દિવસ પહેલા જ ચૂંટણી પર રોક લગાવી દીધી હતી.

આ પણ વાંચો:ચંદ્ર બાદ હવે ISRO ની નજર સૂર્ય પર, લોન્ચ થશે મિશન આદિત્ય-L1, જાણો સંપૂર્ણ વિગતો

આ પણ વાંચો:લેન્ડર વિક્રમ બાદ હવે રોવર પ્રજ્ઞાનનો વારો, ક્યારે ચંદ્રની ધરતીને સ્પર્શશે

આ પણ વાંચો:ચંદ્રયાન-3ની સફળતા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઈસરોને પાઠવ્યા અભિનંદન, કહી આ વાત

આ પણ વાંચો:ચંદ્રયાન-3ની સફળતાથી ખુશ દેખાયા પીએમ મોદી, ઈસરો ચીફને ફોન કરીને આ કહ્યું, વીડિયો સામે આવ્યો

આ પણ વાંચો:ISROના પૂર્વ વડા કે સિવનનું નિવેદન – ચંદ્રયાનનો ડેટા માત્ર ભારત જ નહીં દુનિયા માટે હશે