Not Set/ BCCI ઓલિમ્પિક વિજેતાઓનું સન્માન કરશે, મેડલ જીતનાર ખેલાડીઓને મળશે આટલા રૂપિયા

નીરજ ચોપડાએ શનિવારે ટોક્યો ઓલિમ્પિકમાં બરછી ફેંકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તે દેશ માટે વ્યક્તિગત ગોલ્ડ જીતનાર બીજા ખેલાડી અને પ્રથમ ટ્રેક એન્ડ ફિલ્ડ એથ્લીટ છે

Sports
bcci BCCI ઓલિમ્પિક વિજેતાઓનું સન્માન કરશે, મેડલ જીતનાર ખેલાડીઓને મળશે આટલા રૂપિયા

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતનાર ખેલાડીઓને સન્માનિત કરવાનો નિર્ણય કર્યો છે. બોર્ડ સચિવ જય શાહે જણાવ્યું હતું કે બીસીસીઆઇ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડાને 1 કરોડ રૂપિયા, સિલ્વર જીતનાર મીરાબાઈ ચાનુ અને રવિ દહિયાને 50-50 લાખ રૂપિયા અને બ્રોન્ઝ મેડલ પીવી સિંધુ, લવલીના બોરોગૈન, બજરંગ પુનિયાને 25  લાખ રૂપિયા આપશે. આ સિવાય બ્રોન્ઝ વિજેતા ભારતીય પુરુષ હોકી ટીમ માટે 1.25 કરોડના રોકડ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે.

ભારતીય ક્રિકેટ બોર્ડ ના સચિવ જય શાહે શનિવારે રાત્રે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. અગાઉ, તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, “અમારા ખેલાડીઓએ ટોક્યો 2020 માં શાનદાર પ્રદર્શન કરીને રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે. બીસીસીઆઇ તેમના તેજસ્વી પ્રયાસોની પ્રશંસા કરે છે અને મેડલ વિજેતાઓ માટે રોકડ પુરસ્કારોની જાહેરાત કરવામાં અમને આનંદ થાય છે.

ટોક્યો ઓલિમ્પિકમાં શનિવાર ભારત માટે એક શાનદાર દિવસ હતો. કુસ્તીમાં પહેલા કુસ્તીબાજ બજરંગ પુનિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યો, ત્યાર બાદ નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ જીત્યો અને દેશનાં ખાતામાં વધુ એક મેડલ જીત્યો. આ રીતે ભારતના કુલ મેડલની સંખ્યા 7 થઈ ગઈ છે. નીરજ ચોપડાએ શનિવારે ટોક્યો ઓલિમ્પિકમાં બરછી ફેંકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તે દેશ માટે વ્યક્તિગત ગોલ્ડ જીતનાર બીજા ખેલાડી અને પ્રથમ ટ્રેક એન્ડ ફિલ્ડ એથ્લીટ છે