Gujarat/ BIS વિભાગની બાકરોલમાં રેડ, લાઈસન્સ વિના ISI માર્કાનો દૂરોપયોગ કરતા એકમો પર તવાઈ

બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ વિભાગ દ્વારા લાઈસન્સ વિનાં ISI માર્કા સાથેનાં ઈલેક્ટ્રીક કેબલનું વેચાણ કરતા એકમો પર તવાઈ બોલાવવામાં આવી છે…

Ahmedabad Gujarat
asdada BIS વિભાગની બાકરોલમાં રેડ, લાઈસન્સ વિના ISI માર્કાનો દૂરોપયોગ કરતા એકમો પર તવાઈ

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ વિભાગ દ્વારા લાઈસન્સ વિનાં ISI માર્કા સાથેનાં ઈલેક્ટ્રીક કેબલનું વેચાણ કરતા એકમો પર તવાઈ બોલાવવામાં આવી છે. BIS વિભાગે અમદાવાદ જિલ્લાનાં દસક્રોઈમાં આવેલા બાકરોલમાં ગોપાલ ચરણ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, સ્વાગત ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી કેબલ બનાવતી ચાર કંપનીઓમાં રેડ કરી હતી. આ રેડ દરમ્યાન BIS વિભાગને મોટી માત્રામાં ગેરરીતી જોવા મળી. તેમજ નકલી ISI માર્કા લાગેલા અલગ અલગ બ્રાન્ડનાં 1.50 લાખ મીટરથી પણ વધુ કેબલો મળી આવ્યા હતા.

બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ વિભાગે ગુરુદેવ ઈન્ડસ્ટ્રીઝમાંથી 52 હજાર 700 મીટર, આશીર્વાદ ઈન્ડસ્ટ્રીઝમાંથી 80 હજાર મીટર, કૃષ્ણા કેબલમાંથી 25 હજાર મીટર તેમજ પોલીસ્યોર કેબલ ઈન્ડસ્ટ્રીઝમાંથી 250 મીટર અને 2000 લેબલ કબ્જે કર્યા હતા..આ કંપનીઓમાં કનેક્ટ, એસીઆઈ, જીઈઈ ડિલ્કસ તેમજ ફ્લૂગા, ડાયમંડ, ફિકોન અને ભાવિક જેવા બ્રાંડના નામથી કેબલ વેચાતા હોવાનું સામે આવ્યુ છે. BIS વિભાગે આ તમામ કેબલ કબ્જે કરી કંપનીનાં સંચાલક સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો