ઉજવણી/ જૂનાગઢમાં બંધાઈ એકતાની રાખડી | વિશેષ રીતે ઉજવાઈ રક્ષાબંધન

જુનાગઢમાં કેટલાય એવા ઘર છે કે જ્યાં મુસ્લિમ ભાઈને હિન્દુ બહેન રાખડી બાંધવા આવે છે.

Gujarat Others Trending
જૂનાગઢ

આજે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે જૂનાગઢમાં છેલ્લા 20 વર્ષથી હિન્દુ બહેન મુસ્લિમ ભાઈને રાખડી બાંધે છે. આ ભાઈ બહેનની જોડી જ્ઞાતિ નામે લડતા લોકો માટે ઉદાહરણરુપ છે.

રક્ષાબંધન એ ભાઈની રક્ષાનો દિવસ હોય છે બહેન પોતાના ભાઈને રક્ષા કવચ એટલે કે રાખડી બાંધે છે. રાખડી બહેન તેના ભાઈને બાંધીને ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરે છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારી કે જે ભાઈ બહેન તરીકે રહે છે. ઇન્દિરાબેન નિમાવત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા હતા ને હાલ રિટાયર કર્મચારી છે પોતાને સગો ભાઈ નથી તે વર્ષોથી તેમના સાથી કર્મચારી અને ભાઈથી વિશેષ એવા મુન્નાભાઈ મનેસરને રાખડી બાંધે છે. મુન્નાભાઈ મનેસર મુસ્લિમ સમાજમાંથી આવે છે પરંતુ તે પણ તેમની બેન પાસે જઈ અને દર વર્ષે રાખડી બંધાવી હિન્દુ મુસ્લિમ એક છે તેઓ સંદેશો પાઠવે છે. કોઈપણ તહેવાર હોય જૂનાગઢમાં ભાઈચારા સાથે જ તહેવાર ઉજવાય છે આમ ભાઈ બહેનનો તહેવાર રક્ષાબંધન પણ જુનાગઢમાં અનોખી રીતે ઉજવાય રહ્યો છે. ફક્ત ઇન્દિરાબેન અને મુન્નાભાઈ જ નહીં પરંતુ જુનાગઢમાં કેટલાય એવા ઘર છે કે જ્યાં મુસ્લિમ ભાઈને હિન્દુ બહેન રાખડી બાંધવા આવે છે. તો મુસ્લિમ બહેન હિંદુ ભાઈને રાખડી બાંધવા જાય છે એવા અનેક કિસ્સાઓ જુનાગઢમાં જોવા મળે છે.

આ પણ વાંચો :  દેશના 14માં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડેએ શપથ લીધા અને થયા ભાવુક