UP/ ઉન્નાવ કેસમાં પોલીસનો ખુલાસો, એકતરફી પ્રેમમાં જંતુનાશક પીવડાવી કરી હત્યા

ઉન્નાવ કેસમાં પોલીસનો ખુલાસો, એકતરફી પ્રેમમાં જંતુનાશક પીવડાવી કરી હત્યા

Top Stories India
punjab 30 ઉન્નાવ કેસમાં પોલીસનો ખુલાસો, એકતરફી પ્રેમમાં જંતુનાશક પીવડાવી કરી હત્યા

લખનઉ આઈજી રેંજ લક્ષ્મીસિંહે બુધવારે ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના અસોહામાં એક ખેતરમાં ફી અને ભત્રીજીની લાશ અને પિતરાઇ બહેન ગંભીર હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટના મામલે ખુલાસો કરતાં પોલીસે જણાવ્યું હતું કે, ત્રણેયની હત્યા જંતુનાશકપીવડાવીને કરવામાં આવી હતી.

આરોપી વિનયે પોતાનો ગુનો કબૂલ્યો છે. પૂછપરછ દરમિયાન તેણે પોલીસને જણાવ્યું હતું કે તે ત્રણેય યુવતીઓમાંથી એક સાથે એકપક્ષી પ્રેમ કરતો હતો. યુવતીએ ના પાડી ત્યારે વિનયથી આ સહન થયું નહી.

તેણે જંતુનાશકને પાણીની બોટલમાં મિક્સ કરી પીવડાવી દીધુ.  અન્ય બે બહેનોએ પણ જંતુનાશક દવા પીધી હતી. અને ત્રણેયના અવસાન થયા હતા. ત્રણેય છોકરીઓ બંને આરોપી છોકરાઓને જાણતી હતી. આરોપીઓએ તેમને ઘઉંમાં મુકવાની જંતુનાશક દવા આપી હતી.

આઈજી રેંજ લક્ષ્મીસિંહે કહ્યું કે, આ ઘટના બાદ બાતમીદારની માહિતી પર કેટલાક લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. દરમિયાન, બંને યુવતીના અંતિમ સંસ્કાર બાદ, જ્યારે ડોગ સ્કવોડને ઘટના સ્થળે લઈ જવામાં આવી હતી, તે ગામની દુકાનમાં પહોંચયો હતો.

उन्नाव: बुआ-भतीजी की हत्या का मामला

ફોરેન્સિક્સ તપાસ માટે દુકાનમાંથી તમામ નાસ્તા અને ચિપ્સ કબજે કરી હતી. પૂછપરછ દરમિયાન દુકાનદારે જણાવ્યું હતું કે, છોકરીઓ ઘટના પહેલા તેની દુકાનમાંથી નમકીન ખરીદવા આવી હતી. પોલીસને તપાસ દરમિયાન ખેતરમાંથી નાસ્તાના ખાલી પેકેટ પણ મળી આવ્યા હતા. એક પછી એક કડીઓ દ્વારા પોલીસ વિનય પાસે પહોંચી.

પૂછપરછ દરમિયાન વિનયે કહ્યું હતું કે તે એક યુવતીને પ્રેમ કરતો હતો. અને તેની સાથે વાત કરવા માટે ફોન નંબર માંગતો હતો. જ્યારે યુવતીએ ઘણી વાર ના પાડી ત્યારે આ વાતથી તે અકળાઈ ઉઠ્યો હતો. બાદ તેણે ગુસ્સામાં આવું પગલું ભર્યું હતું.