Not Set/ LRDની ભરતી પ્રક્રિયાના મુદ્દે અનોખો વિરોધ/  21 યુવાનો મુંડન કરાવી વાળ સરકારને મોકલાવશે

ઓબીસીનો અનોખો વિરોધ  21 યુવાનોએ મુંડન કરાવી વિરોધ નોંધાવ્યો એલઆરડી પરીક્ષામાં ન્યાયની કરાઈ માંગ LRDની ભરતી પ્રક્રિયાના નિયમોમાં ફેરફારને પગલે SC, ST અને OBC સમાજની મહિલાઓ 44 દિવસથી વિરોધ કરી રહી છે, તેમ છતા કોઈ પણ પ્રકારના પગલા નહી લેવાતા આજે ભાવનગર ઓબીસી હક્ક અધિકાર જાગૃતિ અભિયાન દ્વારા અનોખો કાર્યક્રમો આપવામાં આવ્યો હતો. કેટલાક મહિલા […]

Gujarat Others
ભાવનગર LRDની ભરતી પ્રક્રિયાના મુદ્દે અનોખો વિરોધ/  21 યુવાનો મુંડન કરાવી વાળ સરકારને મોકલાવશે
  • ઓબીસીનો અનોખો વિરોધ
  •  21 યુવાનોએ મુંડન કરાવી વિરોધ નોંધાવ્યો
  • એલઆરડી પરીક્ષામાં ન્યાયની કરાઈ માંગ

LRDની ભરતી પ્રક્રિયાના નિયમોમાં ફેરફારને પગલે SC, ST અને OBC સમાજની મહિલાઓ 44 દિવસથી વિરોધ કરી રહી છે, તેમ છતા કોઈ પણ પ્રકારના પગલા નહી લેવાતા આજે ભાવનગર ઓબીસી હક્ક અધિકાર જાગૃતિ અભિયાન દ્વારા અનોખો કાર્યક્રમો આપવામાં આવ્યો હતો.

કેટલાક મહિલા ઉમેદવારોના વાલીઓએ સરકારનું બારમું યોજ્યું અને માથે મૂંડન કરાવ્યું. વાલીઓની માગ છે કે તેમની દીકરીઓ સાથે થયેલા અન્યાય મુદ્દે સરકાર ગંભીર બને. ભાવનગર ઓબીસી હક્ક અધિકાર જાગૃતિ અભિયાન દ્વારા 21 યુવાનોએ મુંડન કરાવી અનોખી રીતે પોતાનો વિરોધ નોધાવ્યો છે. યુવાનોએ સરકારનું બારમું કરીને મૂંડનના વાળ સરકારને મોકલવામાં આવશે એમ પણ જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.